• બુધવાર, 30 એપ્રિલ, 2025

અદાણી ગ્રુપનો ગોલ્ફ જગતમાં પ્રવેશ

મુંદરા, તા. 19 : અદાણી ગ્રુપ વ્યાવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (પીજીટીઆઈ)ના સહયોગમાં `અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025'નાં આયોજન સાથે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં ભારતીય ખેલજગતમાં પ્રવેશ કરશે. ગોલ્ફની રમતને મુખ્ય પ્રવાહની રમત તરીકે પ્રસ્થાપિત કરી વધારવાનો અને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયનની આગામી પેઢીને તેમાં કેળવવાનો અદાણી સમૂહની આ પહેલ ઇરાદો ધરાવે છે. રૂા. 1.5 કરોડના પ્રાઇઝ મની સાથેની આ ચેમ્પિયનશિપની ઉદ્ઘાટકીય ટૂર્નામેન્ટ તા. પહેલી એપ્રિલથી ચાર એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઇડા ખાતેના જેપી ગ્રીન્સ ગોલ્ફ એન્ડ સ્પા રિસોર્ટ ખાતે યોજાશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતીય વ્યાવસાયિક ગોલ્ફના વિકાસમાં નોંધપાત્ર યોગદાન  આપી રહેલા કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવવાનો અમને આનંદ છે. અમારું ધ્યેય વૈશ્વિક ચેમ્પિયન્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવાનો છે. પીજીટીઆઈના પ્રમુખ કપિલ દેવે અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025ના આરંભ સાથે ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને સહયોગ આપવા માટે અદાણી સમૂહનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આ સમર્થન પીજીટીઆઈને ભારતના વધુ ચેમ્પિયન ગોલ્ફરો બનાવવામાં મદદ કરશે. અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપને  પી.જી.ટી.આઈ. માટે એક વોટરશેડ ક્ષણ ગણાવતાં પી.જી.ટી.આઈ.ના સી.ઇ.ઓ. અમનદીપ જોહલે જણાવ્યું હતું કે, આ સહયોગ ગોલ્ફ ટૂરના દરજ્જાને નવી ઊંચાઇએ લઇ જશે. 29 માર્ચ 2025ના  અમદાવાદમાં બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પ્રી-ટૂર્નામેન્ટ ઇવેન્ટ યોજાશે. જે સાથે પાંચ અગ્રણી પીજીટીઆઈ પ્રોફેશનલ્સ એક ગોલ્ફ ક્લિનિકનું આયોજન કરશે. જે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના 50 બાળકોને રમતનો પરિચય આપશે. કપિલ દેવ આ કાર્યક્રમમાં હાજર રહેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd