• બુધવાર, 30 એપ્રિલ, 2025

રોહિત, વિરાટ અને બુમરાહ વિના પણ ભારત ટ્રોફી જીતી શકે છે : ગાવસ્કર

નવી દિલ્હી તા. 17 : પૂર્વ દિગ્ગજ બેટધર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ભારતીય ટીમની બેંચ સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ વિના પણ ટીમ ટૂર્નામેન્ટ જીતી શકે છે. ગાવસ્કરે ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી જીતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યંy આથી ટીમની ઉંડાઇ અને બેંચ સ્ટ્રેન્થ કેટલી મજબૂત છે તે ખબર પડે છે. ભારતીય ટીમ કોઇ પણ ખેલાડી વિના ટ્રોફી જીતી શકે છે. ગાવસ્કરે કહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત અને પણ બુમરાહ વિના, જે દર્શાવે છે કે આ રમતમાં કોઇ પણ ખેલાડી ફરજિયાત નથી. પહેલા પણ ભારત રોહિત, વિરાટ અને બુમરાહ વિના જીત્યું છે. જો કે એમાં કોઇ શંકા નથી કે તેમની હાજરીથી ટીમ અજેય દેખાઇ છે. હવે એ જોઇને સારૂં લાગે છે કે વિદેશી ક્રિકેટરો પણ કહી રહ્યા છે કે ભારત કયાંય પણ રમત તો પણ ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરત. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારતના તમામ મેચ દુબઇમાં રમાયા હતા. જેના પર કેટલાક પૂર્વ વિદેશી ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાને ફાયદો મળી રહ્યાનું બયાન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd