• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ત્રીજી ટી-20માં ભારતની `સુપર' જીત

પલ્લેકલે, તા. 30 : શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે આપેલા 138 રનના લક્ષ્યને શ્રીલંકા એક તબક્કે હાંસિલ કરી લીધું હતું, પણ અંતિમ ઓવરોમાં વિકેટ પડતી ગઈ અને છેલ્લે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી, જેમાં લંકાએ માત્ર 2 રન કર્યા હતા અને ભારતને માત્ર 3 રનનું લક્ષ્ય મળ્યું હતું. સૂર્યકુમાર યાદવે પહેલા જ દડામાં ચોગ્ગો ફટકાર્યો હતો અને ભારતની `સુપર' જીત થઈ હતી. આમ, ટીમ ઈન્ડિયાએ શ્રેણી 3-0થી કબજે કરી હતી. શ્રીલંકા વતી કુશલ મેન્ડીસે 41 દડામાં 3 ચોગ્ગા સાથે 43 રન બનાવ્યા હતા, જ્યારે કુશલ પરેરાએ 34 દડામાં 5 ચોગ્ગા સાથે 46 રન કર્યા હતા, તો પથુમ નિશાંકાએ 27 દડામાં 5 ચોગ્ગા સાથે 26 રન ઝુડયા હતા. ભારત વતી વોશિંગ્ટન સુંદર, રવિ બિસ્નોઈ, રિંકુ સિંગ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને 2-2 વિકેટ મળી હતી. આ અગાઉ ત્રીજી ટી-ર0માં વરસાદનાં વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં ક્લીન સ્વિપના ઈરાદે ઉતરેલી ભારતીય ટીમનો ધબડકો થયો અને પાવર પ્લેમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. ટોસ હાર્યા બાદ દાવમાં આવેલી ભારતીય ટીમમાં ગિલ 39 અને પરાગ ર6 સિવાય કોઈ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને ર0 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. શ્રીલંકા વતી મહીશ તીક્ષ્ણાએ 3 અને વાનિંદા હસારંગાએ બે વિકેટ ખેરવી હતી. જયસ્વાલ અને ગીલે શરૂઆત કર્યા બાદ 11ના સ્કોરે જયસ્વાલ 10 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો હતો. 1રના સ્કોરે સંજુ સેમસન શૂન્ય રને કેચ આપી બેઠો અને 14ના સ્કોરે રિંકુ સિંહે પણ એક રને વિકેટ ગુમાવી હતી. ભારતને ઝટકા ચાલુ રહ્યા અને 30ના સ્કોરે સુકાની સૂર્યા પણ 8 રન બનાવી આઉટ થયો હતો. દૂબેએ 13 રન બનાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang