ગાંધીધામ, તા.29 : જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન
0pt;line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> (જીતો)ના ગાંધીધામ ચેપ્ટર દ્વારા નવા વર્ષ માટેની નવી મુખ્ય કારોબારી, મહિલા તેમજ યૂથ પાંખની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં ગાંધીધામ ચેપ્ટરના નવા ચેરમેન તરીકે નિકુંજભાઈ ચોપડા અને ચીફ સેક્રેટરી તરીકે ધર્મેન્દ્રભાઈ જૈન સહિત અન્ય 17 કારોબારી સભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.આ સાથે જ મહિલા પાંખમાં ચેરપર્સન પદે જ્યોતિબેન જૈન અને ચીફ સેક્રેટરી પદે રશ્મિબેન બાગરેચાએ, જ્યારે યૂથ વિંગમાં ચેરમેન પદે મિહિરભાઈ મોરબિયા અને ચીફ સેક્રેટરી પદે રાજભાઈ શાહે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ચેરમેન દીપકભાઈ પારેખે નવનિયુક્ત ચેરમેનને પદભાર સોંપ્યો હતો.ચેરમેને આગામી બે વર્ષ દરમિયાન સંસ્થાના વિકાસ, શહેર અને સમાજ ઉપયોગી નવતર સેવાકીય તથા સંગઠનાત્મક કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જીતો એપેક્સના એડવાઈઝરી બોર્ડના સભ્ય ગણપતરાજજી ચૌધરી અને પ્રમુખ હિમાંશુભાઈ શાહ ઝૂમ માધ્યમથી સહભાગી બન્યા હતા.જીતો એપેક્સના સેક્રેટરી જનરલ હેમંતભાઈ શાહ અને જોઈન્ટ ટ્રેઝરર સંજીવજી છાજેડે નવી ટીમને શપથ લેવડાવ્યા હતા.ગુજરાત ઝોનના ચેરમેન જિગીષભાઈ શાહ અને ચીફ સેક્રેટરી અલ્પેશભાઈ ધોળકિયા સહિત 19 પદાધિકારીએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં.તદુપરાંત, `જીતો'ના પ્રકલ્પ જેએટીએફની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનારા અને હાલ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સનદી અધિકારીઓ પૂર્વ કચ્છ એસ.પી.સાગર બાગમાર, ડી.ડી.ઓ.અતિરાગ ચાપલોત, કચ્છ એસ.પી.(ઈન્ટેલિજન્સ) અંશુલજી જૈન, ડી.આર.આઈ.ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રેયાંશ સુરાણા તથા આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર માનવ શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગુજરાત ઝોન કારોબારીના કચ્છના સભ્યો મહેશભાઈ પૂજ, બિરજુભાઈ શાહ અને કેતનભાઈ કાકરેચાની ઉપસ્થિત રહ્યા હતા.આયોજનને સફળ બનાવવા ગુજરાત ઝોન લેડીઝ વિંગનાં પૂર્વ કન્વીનર સંગીતા શાહ, પૂર્વ ચેરપર્સન પિંકી પારેખ, પૂર્વ યૂથ વિંગ ચેરમેન સિદ્ધાર્થ નાહટા સહિત અભિષેક પારેખ, શૈલેન્દ્ર જૈન, સુનીલ નાહટા, વિજય નાહટા, રાહુલ જૈન અને આર્યન જૈન સહિતના કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઈસ ચેરમેન પ્રકાશભાઈ મોરબિયાએ કર્યું હતું.