કોડાય (તા.માંડવી), તા.29 : વર્ષ 2047
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.નોકરી કે કારકિર્દી પુરતું મર્યાદિત ન રહેતાં આત્મનિર્ભર બને પરિવારને અર્થિક રીતે મદદરૂપ થવાનો સંકલ્પ કરવો જોઈએ, ભાગવદ ગીતા અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રભાવના સાથે આગળ વધવા ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ કોડાય ખાતે માંડવી શહેર અને તાલુકા યુવા ભાજપના યુવા સાંસદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું.આ પ્રસંગે કચ્છ યુવા ભાજપના પ્રમુખ રામભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચનમાં યુવાનો સંગઠિત બની સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.કોડાય સ્વામિનારાયણ ગરુકુળના સંચાલક શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીએ જણાવ્યું હતું કે, આજે યુવાધનને ગુરુકુળમાં શિક્ષણ સાથે બાળકોને સત્સંગ અને સંસ્કારોનું ચિંતન કરવામાં આવે છે ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ મતદાનની જવાબદારી અંગે જણાવ્યું હતું કે, મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ દેશની દિશા નક્કી કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે.યુવાનોએ કોઈના પ્રભાવમાં આવ્યા વિના સાચી માહિતી અને તથ્યોના આધારે નિર્ણય લેવો જોઈએ.દેશ માટે બલિદાન આપવાની સાથે આજના સમયમાં દેશ માટે જીવવાની અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની ભાવના કેળવવી જરૂરી છે.સ્વામી કપિલજીવનદાસજીએ આશીર્વચન પાઠવ્યાં હતાં.માંડવી નગર સેવા સદનનાં અધ્યક્ષા વર્ષાબેન જોશી, જિ.પં.સદસ્ય વાલજીભાઈ સંધાર, કીર્તિભાઈ ગોર, કમલેશભાઈ ગઢવી, લક્ષ્મીશંકર જોશી, પંકજ રાજગોર, ભાર્ગવભાઈ શાહ, અક્ષયભાઈ ઠક્કર, શૌલેન્દ્રાસિંહ જાડેજા, નિધિબેન રાબડિયા, ધીરેન્દ્ર જોશી, જયરાજાસિંહ જાડેજા, સહિતનાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મિલનભાઈ જોશી, હરદાસભાઈ ગઢવી, શક્તાસિંહ ઝાલા, દર્પણ શાહ, યશ નંદા, મહેક શાહ, મહાવિરાસિંહ સોઢા, જયરાજ રાજગોર, સંજય તન્ના, મનોજ સેંધાણી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.વ્યવસ્થા માંડવી યુવા પ્રમુખ મિત સચદે તાલુકા યુવા ભાજપના પ્રમુખ નીતિન રામાણીએ સંભાળી હતી.સંચાલન દિપકાસિંહ કાયાએ કર્યું હતું.