દયાપર (તા. લખપત), તા. 7 : છેવાડાના
લખપત તાલુકામાં આ વર્ષે વરસાદની ખેંચ રહેતાં તેની અસર દિવાળી ખરીદી પર પડી છે, તો કપડાં અને ફટાકડામાં દુષ્કાળની કોઇપણ અસર
દેખાતી નથી. કપડાંમાં ખાસ કરીને તૈયાર (રેડીમેડ) વત્રોની દુકાનોમાં ખરીદનારાઓની ભીડ
જોવા મળે છે. દિવાળી પછી કારતક મહિનો લગ્ન વિવાહની મોસમ આવતાં તેની ખરીદી પણ દિવાળી
ટાંકણે જ કરી નખાય છે. ફટાકડાના ભાવમાં 25 ટકા વધારો થયો છે પણ ફટાકડા સ્ટોલ ગ્રાહકોથી ધમધમી રહ્યાં છે, જ્યારે સોના-ચાંદીમાં વધતાં ભાવ તથા દુષ્કાળ
નડયો છે. - તૈયાર વત્રોની
ખરીદી વધી : શ્રી ગોડજી રેડીમેડ કપડાંના વેપારી કાનાભાઇ
રબારીએ કહ્યું હતું કે, તૈયાર વત્રોની
ખરીદી વધી છે. બે દિવસ થયાં બજારમાં કપડાંની ઘરાકી જામી છે. ઓમ રેડીમેડ સ્ટોરના ચેતન
પટેલએ નાના બાળકોના તૈયાર વત્રોની ઘરાકી વધુ છે તેવું જણાવ્યું હતું. દરજી કામ કરતાં
બાબુભાઇ પ્રજાપતિએ કહ્યું હતું કે, લોકો રેડીમેડ વધુ પસંદ કરે
છે. તેમાંય ઓનલાઇનમાં સસ્તા કપડાં મળી રહેતાં દરજીકામના ધંધાને અસર થઇ છે. ભોગેન્દ્રભાઇ
દરજી કહે છે કે, વરસાદ સારો પડે તો બે જોડી કપડાં સિલાઇ કરાવતાં
લોકો દુષ્કાળની સ્થિતિમાં એક જોડી સિવડાવી સંતોષ માની લે છે. - ફટાકડાની ધૂમ ખરીદી : ઓમ ફટાકડાના જયેશભાઇ ઠક્કરએ જણાવ્યું હતું કે, ફેન્સી ફટાકડાનો ક્રેઝ વધ્યો છે. શ્રીરામ ફટાકડાના
પારસભાઇ ઠક્કર કહે છે કે, `સ્કાય શોટ'નું પ્રમાણ
વધ્યું છે. - મીઠાઇ-ફરસાણમાં
ઘરાકી નથી : મીઠાઇ,
ફરસાણના વેપારી રમેશભાઇ એલ. શાહ, હિમંતભાઇ શાહ, પરેશભાઇ ઠક્કર વિગેરે કહ્યું હતું
કે, દુષ્કાળની અસર ખરીદી પર જોવા મળી રહી છે. મીઠાઇ-ફરસાણ છેલ્લા
દિવસે લોકો વધુ ખરીદી કરતાં હોય છે. - કેલેન્ડરનો ક્રેઝ વધ્યો : જશરાજ પ્રિન્ટિંગ પ્રેસના વૈભવ જોશી કહે
છે કે, ડાયરી-દટ્ટા હજુ ઘણા વેપારીઓ છપાવે છે પણ કેલેન્ડર
(લટકણિયા)નો ક્રેઝ વધ્યો છે. - સોનાં-ચાંદીમાં દુષ્કાળની અસર
: સોનાં-ચાંદીના વેપારી મુકેશભાઇ સોની તથા
ફકીરમામદભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે, લોકોને દુષ્કાળની અસર નડી છે. સોનામાં ઉથલ-પાથલ કરાવી કે નાની વસ્તુઓની ખરીદી
થાય છે.