• રવિવાર, 08 નવેમ્બર, 2026

ભુજમાં ઘરમાંથી સોનાંના મંગળસૂત્ર અને બુટ્ટીની ઉઠાંતરી

ભુજ, તા. 7 : શહેરના નરનારાયણનગરમાં કબાટમાંથી સોનાંના મંગળસૂત્ર અને બુટ્ટીની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે, નરનારાયણનગર શેરી નવ, મકાન નં. 280માં રહેતા હંસાબેન રવીન્દ્ર દેવરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે પોતાનાં મકાનમાં ઉપરના માળે એક રૂમ બનાવવાનું કામ ઈશ્વરભાઈ નારણભાઈ મહેશ્વરીને આપ્યા બાદ મકાનમાં કલરકામ, પીઓપી અને નીચે રિપેરિંગ કામ માટે પણ તેમનો સંપર્ક કરતાં તેમણે પીઓપી માટે પ્રકાશ બુધઈ ચૌધરીનો સંપર્ક કરાવતાં કામ આપ્યું હતું. ફરિયાદીને તા. 16/10/26ના કબાટની તિજોરીમાંથી સોનાંનું એક મંગળસૂત્ર અને બે બુટ્ટી જોવામાં આવ્યા નહીં. 60.410 ગ્રામનું મંગળસૂત્ર 2020માં રૂા. 2,89,968માં અને 2022માં બુટ્ટી વજન 16 ગ્રામ કિં.રૂા. 76,800માં ખરીદ્યા હતા. આખા ઘરમાં અને પરિવારમાં પણ પૂછપરછ કરતાં ઘરેણા મળ્યા ન હતાં. ઘરકામ કરવા આવતા લોકોની પણ પૂછપરછ કરતાં તેઓ પાસેથી પણ દાગીના ન મળતાં ચોરી થયાનું સામે આવ્યું છે. તા. 2/9/26થી તા. 16/10/26 દરમ્યાન કોઈ ચોર ઈસમ ઘરમાં કબાટની તિજોરીમાંથી દાગીના ચોરી ગયો છે. ફરિયાદીને ઘરે કામ કરવા આવતા પીઓપીવાળા, કલરકામ અને કચરાવાળા ઉપર શક - વહેમ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd