• રવિવાર, 08 નવેમ્બર, 2026

પોલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર; પાંચ મોત

વોરસો, તા. 7 : પોલેન્ડમાં ક્રાકો શહેરમાં શનિવારે એક કાળજાં કંપાવી દેનારી ઘટના બની હતી. શહેરની મુખ્ય બજારમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક હુમલામાં પાંચ લોકોનાં મોત થઈ ગયાં હતાં. હુમલાખોર ઠાર મરાયો હતો. કારમાં સવાર હુમલાખોરે ગોળીઓ વરસાવવા માંડી હતી. આ લોહિયાળ હુમલામાં 10 લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. હુમલાખોરે સેના જેવો ગણવેશ, હેલ્મેટ, બોડી આર્મર પહેર્યા હતા. પોલીસે તેને રોકવાની કોશિશ કરી તો તેણે પોલીસ પર ગોળીબાર કરવા માંડયો હતો. વળતા ગોળીબારમાં હુમલાખોર માર્યો ગયો હતો.પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે, ગૃહમંત્રીએ મને ગોળીબારની જાણકારી આપી છે. પોલીસે તપાસ આદરી છે. ગોળીબાર બાદ પોલીસે મેઈન માર્કેટ સ્ક્વેર વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્તાર પર્યટકોમાં ભારે પ્રિય છે.સુરક્ષા એજન્સીઓએ સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત ગતિવિધિઓ આદરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન, અમેરિકાના રાજદૂત ટોમ રોઝે કહ્યું હતું કે, પોલેન્ડની શાંતિ પર હુમલો થયો છે. અમેરિકા પોલેન્ડની પડખે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd