• રવિવાર, 08 નવેમ્બર, 2026

રાજ્યકક્ષાની ખો-ખો સ્પર્ધામાં આર.ડી. વરસાણી શાળાની ઐતિહાસિક સિદ્ધિ : કચ્છ વતી રમતાં તૃતીય સ્થાન મેળવ્યું

ભુજ, તા. 6 : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ભુજની માતૃશ્રી આર. ડી. વરસાણી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધાંગ્રધા ખાતે યોજાયેલી એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ખો-ખો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાતભરની 42 જિલ્લાની મજબૂત ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી શાળાની ટીમે તૃતીય સ્થાપ પ્રાપ્ત કર્યું છે. ખો-ખોની રમતમાં રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરવાની કચ્છમાં આ પ્રથમ ઘટના હોવા કહેવાય છે. શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થી વેકરિયા હર્ષ લાલજી અને હાલાઈ દેવાંગ ધનજીની આગામી નેશનલ કેમ્પ માટે વિશેષ પસંદગી કરવામાં આવી છે. કચ્છી લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, ધનસુખભાઈ સિયાણી, મનજીભાઈ પિંડોરિયા, કરસનભાઈ મેપાણી, વિનોદભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે તમામ વિજેતા ખેલાડીઓને અને કોચને બિરદાવી અભિનંદન પાઠવ્યાં સાથે જ, નેશનલ કેમ્પ માટે પસંદગી પામેલા દીકરાઓને રાષ્ટ્રીય સ્તરે શાળા અને કચ્છનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા આપી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd