• રવિવાર, 08 નવેમ્બર, 2026

આડેસર નજીક મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો : આરોપીની અટક

ગાંધીધામ, તા. 7 : આડેસર નજીક ધોરીમાર્ગ પાસેથી ઉત્તરપ્રદેશની મહિલાની હત્યાના પ્રકરણમાં પોલીસને સફળતા મળી છે. સ્થાનિક પોલીસે વેશપલટો કરીને ઉત્તરપ્રદેશ જઇ આરોપીને દબોચી લીધો હતો. આડેસર એકલધાર નજીક એક અજાણી મહિલાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે મોકલાવી હતી. જ્યાં આ મહિલાને ગળાના ભાગે દબાણ આવવાથી તેનું મોત થયાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે મહિલાની ઓળખ માટે દોડધામ આદરી હતી. આ મહિલા ઉત્તરપ્રદેશની પૂજાદેવી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં બનાવ અંગે મહિલાના પતિ લક્ષ્મણ મુકેશચંદ્ર નાઇ (ઠાકુર)એ આડેસર પોલીસ મથકે પ્રવીણ ઉર્ફે મંગો ગિરીશચંદ્ર યાદવ સામે ગુનો દર્જ કરાવ્યો હતો. સ્થાનિક પોલીસે વેશપલટો કરી ઉત્તરપ્રદેશ જઇ બટેશ્વર ખાતે ભરાયેલા મેળામાંથી આરોપી પ્રવીણને પકડી પાડયો હતો. તેની પૂછપરછ દરમ્યાયન ખુલ્યું હતું કે, પૂજાદેવી બીજા કોઇ માણસ સાથે ફોન પર વાત કરે છે. આ શક રાખીને તે પૂજાને ગુજરાત ફરવાના બહાને લઇ આવ્યો હતો અને આડેસર નજીક મહિલા આરોપીની ટ્રકમાં સૂતી હતી ત્યારે તેણે મહિલાનું ગળું દબાવી હત્યા નીપજાવી  લાશ ત્યાં ફેંકીને નાસી ગયો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd