કોટડા (ચકાર) (તા.ભુજ), તા. 7 : દીપોત્સવી
તહેવારોને લઈને છેલ્લી ઘડીએ ભુજ, અંજાર અને મુંદરા તાલુકાના 30 ગામોની ઘરાકી નીકળતાં કોટડા(ચકાર)ની
બજારમાં ભીડ જોવા મળી હતી. કોટડા(ચકાર) ગામે આસપાસના 30 ગામોના લોકો ખરીદી કરવા માટે
આવતા હોય છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખરીદી માટે
નીકળી પડયા છે. મોમાય સ્વીટ માર્ટના ભીખુભાઈ પ્રજાપતિ, ભાવેશ કંદોઈ, પ્રજાપતિ
સ્વીટમાર્ટના મનુભાઈ કંદોઈ, ઉદય પ્રજાપતિ કહે છે કે, દિવાળીના તહેવારોને લઈને સગા-સંબંધીઓ, મિત્રો,
કામદારોને આપવા માટે અડધો કિલો, કિલો મીઠાઈની ખરીદી
કરનારો વર્ગ વધુ છે. ખાસ કરીને કાજુકતરી, ડ્રાયફ્રૂટની પણ વિશેષ
માંગ છે. હરેશ બી. વાસાણી અને મનસુખ વી. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ફટાકડાનું ધૂમ વેચાણ ચાલુ છે. ખુમાનસિંહ કહે છે કે, તૈયાર
વત્રોની ખરીદીમાં પણ ઘરાકી નીકળી છે. સુરેશ ઠક્કરના કહેવા મુજબ નવા મોબાઈલ,
સુકો મેવો, વિવિધ મુખવાસની ખરીદી માટે લોકોનો ધસારો
વિશેષ છે. આર.બી. ચાકી, નિલેશ મહેશ્વરી કહે છે કે, આ પંથકમાં શ્રમજીવી વર્ગ છેલ્લી ઘડીએ ખરીદી માટે નીકળ્યો છે.