• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભુજના વોર્ડ નં. ત્રણના અનેક વિસ્તારો વીજ સમસ્યાથી ત્રસ્ત

ભુજ, તા. 17 : શહેરના વોર્ડ નં. ત્રણમાં અવાર-નવાર લાઈટ બંધ થવાની સમસ્યાના પગલે ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને વિસ્તારના રહેવાસી ઈમરાનભાઈ ચૌહાણે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર કચેરી ખાતે શ્રી વાળાને અમન નગર, અનિષા પાર્ક, મહેંદી કોલોની, હિના-4 જેવા વિસ્તારોમાં દરરોજ લાઈટની સમસ્યા અંગે રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું હતું કે, મોટી ઉમરના લોકો અને નાના બાળકો ગરમીના લીધે હેરાન થતા હોય છે અને હાલ વિદ્યાર્થીઓ જે ઓનલાઈન અભ્યાસ કરતા હોય છે એમને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. આ અંગે શ્રી વાળાએ તાત્કાલિક ધોરણે તપાસ કરવી અને હવેથી તકલીફ નહીં થાય એવી ખાતરી આપી હતી. રજૂઆત સમયે મોરચાના પ્રમુખ સલીમ મોગલ, ઉપપ્રમુખ રફીક બાવા, મંત્રી આકીબભાઈ સમા, શકીલ ચૌહાણ સાથે રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd