ભુજ, તા. 16 : રોટરીનાં માધ્યમથી લોકસેવાનાં
કાર્યો કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં માધાપર રોટરી કલબના વર્ષ 2026-27ના નવા હેદ્દેદારોની વરણી પ્રસંગે
શપથવિધિ કાર્યક્રમમાં નવા વરાયેલા પ્રમુખે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બીજા શપથગ્રહણના
ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે માંડવી કલબના વરિષ્ઠ સભ્ય વિનયભાઈ ટોપરાણી રહ્યા હતા. હોદ્દેદારો
પ્રમુખ પદે ચંદ્રશેખરસિંહ જાડેજા, મંત્રી
મનોજ હંસોરા, ખજાનચી કલ્પેશભાઈ યાદવ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ
શપથગ્રહણ કર્યા હતા. માધાપર રોટરેક્ટ કલબના પ્રથમ પ્રમુખ રહેલા હિતેશભાઈ ખંડોલ પણ માધાપર
રોટરી ક્લબના નવા સભ્ય બન્યા હતા અને કલબને મદદરૂપ રહેવા હંમેશાં તૈયાર રહેવાની ખાતરી
આપી હતી. ભરતભાઈ તથા હર્ષદભાઈ દ્વારા નવા મેમ્બરને પીન પહેરાવવામાં આવી હતી. આ પ્રસંગે
જયેશભાઈ શાહે ઓછા પરંતુ નામાંકિત કાર્ય કરવાની સલાહ આપી હતી. ક્લબ એડવાઈઝર રામદેવસિંહ
જાડેજાએ કલબની ક્ષમતાઓને બિરદાવી હતી. કલબના એજી દત્તુભાઈ ત્રિવેદીએ ગવર્નર નૈમિષભાઈ
રવાણી દ્વારા પાઠવાયેલો શુભેચ્છા સંદેશ આપ્યો હતો. રાજેશભાઈ ઠક્કર, પંક્તિ તન્ના, ભરત રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું.
પૂર્વ ગવર્નર ભરતભાઈ ધોળકિયા, ડો. હર્ષદભાઈ ઉદેશી ઉપસ્થિત રહ્યા
હતા. ડો. જીતુભાઈ ભાનુશાલી, સંજય વિડજા, વિપુલ ભીંડે, નીલેશ ભીંડે, રાજેશ
ઠક્કર, મિતુલ વેદાંત, અમિત ઠક્કર,
હાર્દિક ઠક્કર, ચેતન ઠક્કર, ઉર્વેશ વ્યાસ, નયન પરમાર વિગેરે સહયોગી રહ્યા હતા. સંચાલન
અનિલભાઈ વાઘડિયાએ કર્યું હતું. સમાપનવિધિ માધવ ટાંકે કરી હતી.