• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

રાપરમાં જાગેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણનું આયોજન

રાપર, તા. 30 : શહેરના જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સતત દસમાં વર્ષે યોજાઈ રહેલા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. આ વેળાએ  મંદિર પરિસરમાં વિવિધ  સુવિધાનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 17 લાખના ખર્ચે નિર્માણ પામેલા કથા મંડપ (શેડ)નું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. શાત્રી અજયપ્રસાદજીના વ્યાસાસને આયોજિત શિવકથામાં વક્તા દ્વારા શિવના વિવિધ ચરિત્રો અને પ્રસંગોનું વર્ણન સંગીતમય અને રસાળ શૈલીમાં વર્ણન કરી શ્રોતાઓ ભાવવિભોર બની રહ્યા છે. સતત દશ વર્ષથી આયોજિત આ શિવકથાના મનોરથી નવુભા વાઘેલા, હિતેશભાઈ પલણ અને પ્રકાશ સાંઢા દ્વારા મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા હોવાનું જણાવાયું હતું. કથામાં ચારણ ઋષિ સામતભા બાપુ, મીણબાઈ માતાજી સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, ભીખુભા સોઢા, ઉમેશભાઈ સોની, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, મહેન્દ્રાસિંહ વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, કમલાસિંહ સોઢા, વિજયગિરિ ગોસ્વામી, ગુમાનાસિંહ સોઢા, ગૌતમ શાત્રી, સૂર્યશંકર ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને વ્યવસ્થા મદુભા વાઘેલાએ સંભાળ્યા હતા.

Panchang

dd