પટણા, તા. 30 : પટણા હાઈકોર્ટે એક સીમાચિહ્ન
રૂપ ચુકાદામાં મૃત સરકારી કર્મચારીની બીજી પત્નીને મોટી રાહત આપતાં પારિવારિક પેન્શન
માટે હકદાર માની હતી. અદાલતે કહ્યું હતું કે, વિશિષ્ઠ પરિસ્થિતિ અને મૃત કર્મચારી દ્વારા બીજા લગ્ન માટે અનુમતિ માગવાનાં
તથ્યને અવગણીને કેવળ અનુમતિ નહીં મેળવાયાનાં આધારે પેન્શનનો દાવો રદ્દ કરવો ઉચિત નથી.
કોર્ટ દ્વારા મૃત કર્મચારીનાં વિભાગનાં 5 ફેબ્રુઆરી 2019નાં આદેશને રદ કરીને આ કેસમાં નવેસરથી નિર્ણય લેવાનો નિર્દેશ
આપ્યો હતો.