• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

મહિલા હોકી વર્લ્ડકપમાં આર્જેન્ટિના ચેમ્પિયન

એમ્સટલવિન, તા. 30 : મહિલા હોકી વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ટીમ ચેમ્પિયન બની છે. ગઇકાલે રાત્રે રમાયેલા રોમાંચક ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાનો સહ યજમાન દેશની ટીમ નેધરલેન્ડ વિરૂધ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં 3-1 ગોલથી વિજય થયો હતો. આ સાથે આર્જેન્ટિનાએ ત્રીજીવાર મહિલા હોકી વિશ્વ કપનો ખિતાબ કબજે કર્યો છે. ફાઇનલમાં નિર્ધારિત અને વધારાના સમયમાં બન્ને ટીમ 1-1 ગોલની બરાબરી પર રહી હતી. આ વખતે આર્જેન્ટિનાએ નેધરલેન્ડ સામેની પાછલી હારનો પણ હિસાબ ચૂકતે કર્યો છે. ગત મહિલા હોકી વિશ્વ કપના ફાઇનલમાં આર્જેન્ટિનાને 3-1 ગોલથી હાર આપી નેધરલેન્ડ ચેમ્પિયન બન્યું હતું. નેધરલેન્ડ ટીમ નવ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. આ વખતની હાર સાથે તેનું સતત ચોથીવાર ચેમ્પિયન બનવાનું સપનું તૂટયું છે.

Panchang

dd