દુલિપ ટ્રોફીની સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીએ ઇસ્ટ
ઝોનની કપ્તાની સંભાળી હતી. ઇસ્ટ ઝોનનો નિયમિત કપ્તાન ઇશાન કિશન છે. તેને પહેલા દિવસની
રમત દરમિયાન લંચ પહેલા હાથમાં ઇજા થઈ હતી. આથી તે મેદાન છોડી ગયો હતો. જેથી ટીમના ઉપ
કપ્તાન વૈભવ સૂર્યવંશીએ ઇસ્ટ ઝોનની કપ્તાની સંભાળી હતી. તેની નેતૃત્વ ક્ષમતાથી વિશેષજ્ઞો
પ્રભાવિત થયા હતા. તેણે મહત્ત્વનો ડીઆરએસ નિર્ણય પણ સફળતાપૂર્વક લીધો હતો.