બેંગ્લુરુ, તા. 30 : દુલિપ ટ્રોફીની બે સેમિફાઇનલ
મેચ આજથી શરૂ થઈ છે, જેમાં નોર્થ
ઝોન ટીમ 19પ રને ઓલઆઉટ
થઈ હતી. જવાબમાં સાઉથ ઝોન ટીમના 2 વિકેટે 40 રન થયા હતા. આથી તે હજુ 1પપ રન પાછળ છે. બીજી સેમિ. મેચમાં ઇસ્ટ
ઝોન ટીમ વિરુદ્ધ પહેલા દિવસની રમતના અંતે સેન્ટ્રલ ઝોનની ઇનિંગ 266 રને સમાપ્ત થઈ હતી. સેન્ટ્રલ
ઝોન તરફથી રિંકુ સિંહે 88 દડામાં 8 ચોગ્ગાથી 60 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી.
આ સિવાય આર્યન જુયાલે 46 રન કર્યા
હતા. કપ્તાન રજત પાટીદાર 8 રને અને સારાંશ
જૈન 13 રને આઉટ થયા હતા. ઇસ્ટ ઝોન
તરફથી મુકેશ કુમાર અને અભિજિત સરકારને 3-3 અને શમીને 2 વિકેટ મળી હતી. જ્યારે સાઉથ ઝોન સામેની સેમિફાઇનલમાં નોર્થ ઝોન
ટીમ પહેલા દાવમાં 19પ રને ઓલઆઉટ
થઈ હતી, જેમાં કામરાન ઇકબાલના 76 રન મુખ્ય હતા. સાઉથ તરફથી વિધવત
કાવેરપ્પાએ 4 વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમતના અંતે
સાઉથ ઝોને 40 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.