ભુજ, તા. 30 : અબડાસા તાલુકાના વિંઝાણ ગામે
પાણીના અવાડા ઉપર બકરીઓને પાણી પીવડાવા બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે પ્રાણઘાતક
અથડામણ થઈ હતી, જેમાં ફરિયાદી દ્વારા વિંઝાણની
સાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાતે આરોપીના જામીન મંજૂર થયા છે. આરોપી અલીમામદ આમદ હિંગોરા, અયાન ઉર્ફે હયાન હાસમ હિંગોરા, જાકબ મામદ હિંગોરાઐઐ, જાભેર જાકમ હિંગોરા, અબ્દુલરઉફ ઉર્ફે રઉફ મામદહુસેન હિંગોરા, હાસમ મામદ હિંગોરા
અને મોહમદ રેયાન મામદહુસેન હિંગોરાના જામીન વારાફરતી વિવિધ વાંધાઓ બાદ સેશન્સ કોર્ટે
મંજૂર કર્યા છે. આરોપીઓના વકીલ તરીકે મામદ આઈ. હિંગોરા, એ.જે.
લોધ્રા હાજર રહ્યા હતા.
માંડવી કોર્ટના ઠરાવ-હુકમનામું કાયમી રાખતી ડિસ્ટ્રીક્ટ કોર્ટ
શ્રી અનંતનાથજી મારાજ જૈન દહેરાસર અને સાધારણ ફંડના ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ-મુંબઈ દ્વારા માંડવી કોર્ટમાં જોષી મુલશંકર માધવજી અવસાન પામતાં તેના કબજેદાર
વારસ નીલેશકુમાર મુલશંકર જોષી વિરુદ્ધ દાવાવાળો રૂમ નરશી નાથા ધર્મશાળામાં આવેલ રૂમ
નં. 17વાળાનો ખાલી કબજો મેળવવા તથા ચડત ભાડું
મેળવવા માંડવી કોર્ટમાં દિવાની દાવો દાખલ કરવામાં આવ્યો હતો. પુરાવો લીધા બાદ અધિક
સિવિલ જજ કોર્ટ, માંડવી દ્વારા તા. 20/3/2021ના દાવાવાળી જગ્યા ખાલી કરી
તેનો કબજો વાદીને સુપરત કરવાનું હુકમનામું તથા ચડત ભાડું અંગે ઠરાવ ફરમાવ્યો હતો. આ
હુકમનામા વિરુદ્ધ પ્રતિવાદીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલની સુનાવણી
બાદ ત્રીજા એડિ. ડિસ્ટ્રીક્ટ કોર્ટ, ભુજ દ્વારા એપેલન્ટ તે ભાડૂતની અપીલ નામંજૂર ફરમાવી માંડવી કોર્ટનો ઠરાવ તથા
હુકમનામું કાયમ રાખવા ઠરાવ ફરમાવ્યો હતો. આ કામે મકાનમાલિક ટ્રસ્ટીઓ વતી ભુજના એડવોકેટ
પંકજ એચ. વૈશ્નવ હાજર રહ્યા હતા.
છેતરપિંડીના કેસમાં જામીન મંજૂર
જખૌ પોલીસ મથકે આરોપી રમેશ મુજીરામ ઉર્ફે રામજી (રહે. મૂળ પંજાબ, હાલે નલિયા) તથા ભગુભા પાંચુભા જાડેજા (રહે.
ખીરસરા-કોઠારા, તા.અબડાસા) વિરુદ્ધ અલગ-અલગ ખેડૂતોની વાડીએ જઈ
કુલ 19 ખેડૂતના કુલ 2,96,194 કિલો ઘઉં જેની કિંમત રૂા. 62,20,074 લઈ બંને ખેડૂતને રૂા. 15,07,000 સોદા પેટે આપી બાકીની રકમ રૂા.
47,13,074 ન આપી બંને ભુજમાં ઘઉંનું વેચાણ
કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ભગુભાએ સેશન્સ અદાલતમાં જામીન અરજી
કરતાં શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી ભગુભા તરફે ધારાશાત્રી વિપુલ
ડી. કનૈયા, સઈદબીન એ. આરબ,
રિયા એલ. વાલાણી હાજર રહ્યા હતા.
સગીરાની છેડતી-અપહરણના કેસમાં આરોપી નિર્દોષ
બે વર્ષ પૂર્વે પદ્ધર પોલીસ મથકે આરોપી કરણભાઈ અમરશીભાઈ ગોવિંદભાઈ
સોઢા (રહે. મૂળ ટીંડલવા, હાલે રાપર)
વિરુદ્ધ સગીરાની છેડતી અને અપહરણનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ભુજની અધિક સેશન્સ
અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરીકે આર.એસ.
ગઢવી, વિનીત જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર,
શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા.