ગાંધીધામ/ભુજ, તા. 30 : આદિપુરના
6વાળી જનતા હાઉસ વિસ્તારમાં જાહેરમાં જુગાર
રમતા આઠ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1,49,150 જપ્ત કર્યા હતા, જ્યારે ભુજ સમીપેના માધાપરમાં ઘરમાં જુગાર રમતા છ મહિલા સહિત નવ ખેલી ઝડપાયા
હતા. આદિપુરમાં 6વાળી, જનતા હાઉસ વિસ્તારના મકાન નંબર પ6 બહાર અમુક શખ્સો ગઈકાલે રાત્રે જુગાર રમી
રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી
હતી અને અહીં પતા ટીંચતા હિતેશ મનસુખ પટેલ (રહે. ભક્તિધામ મેઘપર-બોરીચી), સંજય વિનુ ઝપડિયા (રહે. મેઘપર), દિનેશકુમાર મેઠા રાવત
(રહે. મણિનગર, આદિપુર), સુનીલ ચેલારામ મનકાણી
(રહે. 12-બી, ગાંધીધામ), રવીન્દ્રકુમાર
શામળદાસ પમનાની (રહે. ડીસા), દિનેશ રામ પટેલ (રહે. હરેક્રિષ્ના
સોસાયટી, આદિપુર), શૈલેષ હરગોવિન પટેલ
(રહે. ગાંધીધામ), તખતસિંહજી બળદેવજી ચાવડા (રહે. મેઘપર) નામના
શખ્સોને પકડી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પોલીસના હાથે પકડાયેલા શખ્સો
પાસેથી રોકડ રૂા. 1,49,150 તથા
નવ મોબાઈલ એમ કુલ રૂા. 3,19,150નો
મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરમ્યાન તા. 30/8ના મધ્ય રાતે માધાપરની વૃંદાવન
સોસાયટીમાં એક મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા છ મહિલા સહિત નવ ખેલીને રોકડા રૂા.
29,300, સાત મોબાઈલ કિં. રૂા. 45,000, એક ટુ વ્હીલર કિં. રૂા. 30,000 એમ કુલ રૂા. 1,04,300નો મુદ્દામાલ સાથે માધાપર પોલીસે
ઝડપીને જુગારધારા 4, 5 મુજબ કાયદેસરની
કાર્યવાહી કરી હતી.