દહીંસરા, તા. 30 : સંત ગરીબદાસજી મહારાજ પાંજરાપોળ
ટ્રસ્ટ-કુકમા દ્વારા ગૌશાળાનું નવીનીકરણ તથા નવા બનાવેલા પતરાંના શેડનું લોકાર્પણ કાર્યક્રમ
યોજાયો હતો. આ પ્રસંગે ગોવર્ધન પર્વત સતાપરના મહંત ત્રિકમદાસજી મહારાજ, લહેરિયા હનુમાન મંદિર મહંત બાલકદાસજી તેમજ લેર
હનુમાન મંદિર પૂજારી હસમુખગિરિ, વૃંદાવન ગૌશાળા રામપ્રસાદ સ્વામી,
હરેશ ભગત, બુદ્ધનંદગિરિ, સુતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીની ઉપસ્થિતિમાં નવા બનેલા પતરાંના શેડના દાતા
પાંચાભાઈ વેલજીભાઈ કોઠીવારનું ટ્રસ્ટ વતી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં
પ્રમુખ પ્રદીપભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મંત્રી જીતેન્દ્રભાઈ રાઠોડ, ઉપપ્રમુખ હરકિશનભાઈ ચાવડા, હરેશભાઈ રાઠોડ તથા ટ્રસ્ટીઓ
સહયોગી રહ્યા હતા. શ્રી જોશીએ સંતો-મહંતો, ઉપસ્થિત ગામજનો તથા
દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સંચાલન ઉર્વિબેન આહીરે કર્યું હતું તથા
આભારવિધિ માજી સરપંચ કંકુબેન વણકરે કરી હતી.