• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ભુજ સ્વામિનારાયણ મંદિરે કલાત્મક 15 હીંડોળાનો વિધિવત્ પ્રારંભ કરાયો

ભુજ, તા. 9 : સ્વામિનારાયણ સંપ્રદાયમાં હીંડોળાનો ખૂબ જ મોટો મહિમા છે. છેલ્લા બે મહિનાથી હીંડોળા ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. હીંડોળાની શરૂઆત આમ તો તા. 31/7ના થઈ ગઈ છે. એક મહિનો ચાલનાર આ હીંડોળા ઉત્સવ સંદર્ભે આજે ભુજ નૂતન મંદિર ખાતે કલાત્મક 15 હીંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી જગત પાવનદાસજી, સ્વામી વિશ્વપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી પાર્ષદ ખીમજી ભગત, કોઠારી સ્વામી નારાયણમુનિદાસજી, કોઠારી સ્વામી દેવવિહારીદાસજી, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી, પૂજારી મંડળના સંતોમાં દર્શનપ્રકાશદાસજી આદિ સંતો સાથે માનકૂવા ભક્તિનગર યજમાન અ.નિ. ગોપાલ કાનજી દબાસિયા પરિવારના ગં.સ્વ. કુંવરબેન ગોપાલ, રામજીભાઈ, લાલજીભાઈ, શાંતિલાલ  દબાસિયા સહપરિવાર, મહંત સ્વામી અને બ્રહ્મનિષ્ઠ સંતોના હસ્તે આ કલાત્મક 15 હીંડોળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સુવર્ણ, ડ્રાયફૂટ, જુદા-જુદા ધાન્ય, કેડબરી, શણગાર, કચ્છી આભલા તેમજ વસ્ત્ર આભૂષણોના હીંડોળા સાથે મુખ્ય 15 ફૂટનો વિશાળ હીંડોળો બનાવવામાં આવ્યો છે. હીંડોળા બનાવવાની સેવામાં બહેનોના મંદિરના મહંત શામબાઈ ફઈ, સાથે સાંખ્યયોગી બહેનો અને ગૃહસ્થ બહેનો સેવા  આપી રહ્યા છે. 15 ફૂટના હીંડોળે ઠાકોરજીને ઝૂલતા જોઈ મોટી સંખ્યામાં હરિભક્તો સેલ્ફી લઈ રહ્યા હતા. ડેકોરેશન સાથે અવનવી લાઈટો અને સિરિઝોથી આખા મંદિરને શણગારવામાં આવ્યું છે. શ્રાવણ વદ બીજ તા. 31/8 સુધી ચાલનાર આ હીંડોળા ઉત્સવમાં આજે એકાદશી હોતાં સમગ્ર ચોવીસીમાંથી મોટી સંખ્યામાં દેશ-વિદેશના  હરિભક્તો નજરે પડયા હતા.

Panchang

dd