અમદાવાદ, તા. 9 : ભારતની સમૃદ્ધ કાપડ પરંપરા
અને સાંસ્કૃતિક વારસાનાં જતન માટે હથકરઘા વણકરોનાં યોગદાનને બિરાદાવવા તથા સન્માન કરવા
7મી ઓગસ્ટે અમદાવાદના વણકર સેવા કેન્દ્ર
દ્વારા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાઇ હતી, જેમાં 140 વણકરો, 100 વિદ્યાર્થીઓ
અને પુરસ્કાર વિજેતા, અન્ય હિતધારકો
અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર સંવાદ માટે મંચ ઊભો થયો હતો. ગુજરાતના શહેરી વિકાસ
અને શહેરી આવાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ભારત તથા વિદેશોમાં ભારતીય હથકરઘા ઉત્પાદનોની
વધતી લોકપ્રિયતા, ફેશન ક્ષેત્રમાં તેની વધતી માંગ વિશે જણાવ્યું
હતું. વણકર સેવા કેન્દ્રના નાયબ નિયામક મનોજકુમારે વત્ર મંત્રાલય હથકરઘા વણકરો તથા
સંલગ્ન કામદારો માટેની વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. ઇન્ડેક્સ્ટ-સીના
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સંજય જોશીએ યુવા પેઢીને પરંપરાગત હથકરઘા પદ્ધતિઓને સમજવા,
તેની પ્રશંસા કરવા અને તેની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા પર ભાર
મૂક્યો હતો. અલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરિંગના ટેક્સટાઇલ ટેક્નોલોજી વિભાગના વડા પ્રો.
ડો. ધર્મેન્દ્રસિંહ બિહોલાએ પરંપરાગત વણાટ તકનીકોનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા ટેક્સટાઇલ
ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા લવજીભાઇ પરમારે
ટાંગાલિયા વણાટ પરંપરા જે ગુજરાતની વિશિષ્ટ પરંપરાગત હથકરઘા કળાઓમાંની એક છે તેની સાથે
જોડાયેલા અનુભવો જણાવી વારસાગત કળાના સંરક્ષણ અને પ્રોત્સાહન તેમજ તેમના વિસ્તારમાં
વણકરોને સહાય માટે કરાતા પ્રયાસો અંગે જણાવ્યું હતું.