• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક

ભુજ, તા. 9 : તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે તેવું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજમાં બીએસએફ આયોજિત બાઇક રેલીના અવસરે જણાવાયું હતું. 100થી વધુ મોટરસાઇકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે, રાષ્ટ્રવ્યાપી `હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે, સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા ભુજમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવનાથી ભરપૂર, સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. 100 મોટરસાઇકલ સવારીએ તિરંગો ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત `વંદે માતરમ'ની રચનાની 150મી વર્ષગાંઠ રાષ્ટ્રપ્રેમની ભાવનાને પણ પ્રતાબિંબિત કરી હતી. બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી કમાન્ડન્ટ યોગેશ કુમાર અને સેકન્ડ-ઇન-કમાન્ડ મહેશ નાથની હાજરીમાં બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ પારિક અને ભૂપેન્દ્રાસિંહ ભાટી પણ હાજર રહ્યા હતા. રેલી બટાલિયન હેડક્વાર્ટર ખાતે કમાન્ડન્ટ યોગેશ કુમારે તમામ અધિકારીઓ અને સૈનિકોને સંબોધિત કરી જવાનોના જુસ્સાને બિરદાવ્યા હતા.

Panchang

dd