ભુજ, તા. 26 : અહીંના અનમ રિંગરોડ વિસ્તારમાં
આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પર લીલી વેલ તથા ઝાડી ઊગી નીકળતાં વરસાદની ઋતુને
પગલે અકસ્માતનું જોખમ સર્જાતાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઝાડી દૂર કરવા માંગ ઊઠી હતી.
પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઇ હોવા છતાં આ વેલ દૂર કરાઇ ન હોવાનું
જણાવતાં સ્થાનિકો દ્વારા વારંવાર સપ્લાય ડ્રોપની ફરિયાદ કરાઇ હતી. તાત્કાલિક પગલાં
લઇ ભયજનક સ્થિતિમાંથી મુક્તિ માટે વિનંતી કરાઇ હતી.