ભુજ, તા. 26 : કચ્છ ક્રિકેટ એસોસીએશન ભુજની
આગામી બે વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ એચ. જાડેજા,
ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ બી. જાડેજા, મંત્રી અતુલ
એમ. મહેતા અને સહમંત્રી તરીકે પ્રવીણ એચ. હીરાણી ઉપરાંત કારોબારી સભ્યો તરીકે ભરતભાઇ
એમ. ધોળકિયા, નવલસિંહ જાડેજા, ગિરીશ ઝવેરી,
અશોક મહેતા, મહેશ પંડયા, મહિપતસિંહ રાઠોડ, હરીશ સરદાર, મુકેશ ગોર, નાસીર જમાદારની અને કો-ઓપ્ટ. સભ્ય
તરીકે હરીશ બૂચ અને જયેશ મહેતાની નિયુક્તિ કરવામાં આવી હતી.જુદી-જુદી ટૂર્નામેન્ટ માટે
સિલેક્ટર તરીકે નવલસિંહ જાડેજા, અશોક મહેતા, મહિપતસિંહ રાઠોડ, મહેશ પંડયા અને મુકેશ ગોરની વરણી કરવામાં
આવી છે. નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ આગામી સમય માટે કચ્છના ક્રિકેટના વિકાસને
વેગ આપવા માટેની નેમ વ્યકત કરી જુદા-જુદા ફોર્મેટની
ટૂર્નામેન્ટ અને ઇન્વિટેશન ટૂર્નામેન્ટ રમાડીને કચ્છના ખેલાડીઓની પ્રતિભાને મંચ પૂરો
પાડવાની કટિબદ્ધતા દેખાડી હતી. પૂર્વ પ્રમુખ એમ.એસ. રાજારામ અને બહાદુરસિંહ જાડેજાએ
કચ્છમાં ક્રિકેટના વિકાસ માટે આપેલાં યોગદાનની સરાહના કરી હતી. મિટિંગની શરૂઆતમાં પૂર્વ
પ્રમુખ બહાદુરસિંહ જાડેજા અને વિદાય લઇ ગયેલા
તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.