• સોમવાર, 27 જુલાઈ, 2026

શેખપીર પાસે શરાબની બોટલો સાથે માધાપરની મહિલા પકડાઈ

ભુજ, તા. 26 : આજે શેખપીર પાસે શરાબના 44 ક્વાર્ટરિયા સાથે માધાપરની મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. આજે સવારે શેખપીરના બસ સ્ટેશન પાસેથી પદ્ધર પોલીસે ખાનગી બાતમીના આધારે માધાપરના સોનાપુરી ખાતે રહેતી મહિલા રમીલાબેન મામદ કોળીને વ્હીસ્કી શરાબના 44 ક્વાર્ટરિયા કિં. રૂા. 8800 અને એક મોબાઈલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. આ શરાબ તે વેચાણ અર્થે અંજારથી લઈ આવ્યાનું પોલીસને  જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. - લેર સીમમાં દેશી દારૂનું વેચાણ : બીજીતરફ પદ્ધર પોલીસે આજે બપોરે લેર સીમમાં આશાપુરા કંપની પાછળ વડલા નીચે દેશીદારૂનું ગેરકાયદે રીતે વેચાણ કરતા ધીરજ ઈશાક કોલી (રહે. કારીમોરી, માધાપર)ને 30 લિટર દેશી દારૂ કિં. રૂા. 6000 તથા એક મોબાઈલ કિ. રૂા. 1000ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd