• સોમવાર, 27 જુલાઈ, 2026

મુંદરામાં 1.785 કિ.ગ્રા. ગાંજા સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 26 : મુંદરામાંથી બિહારના શખ્સને માદક પદાર્થ ગાંજો 1.785 કિ.ગ્રામ કિં. રૂા. 89,250ના જથ્થા સાથે એસઓજીએ ઝડપી પાડયો છે. ત્રણ દિવસ પહેલાં ભુજના ગેસ્ટ હાઉસમાંથી બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઇન સાથે પોલીસે ઝડપી પાડયા હતા. ત્યાં ફરી ગઇકાલે એસઓજીની ટીમ મુંદરામાં પેટ્રાલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, સાજનકુમાર નામનો બિહારનો એક શખ્સ ગાંજાના જથ્થા સાથે નવીનાળ-શિરાચા રોડ વચ્ચે આવેલી  કોપર કંપનીની સામે આવેલા ખુલ્લાં મેદાનમાં આવનાર છે. આ સચોટ બાતમીનાં પગલે એસઓજીની ટીમે જરૂરી કાર્યવાહી અને પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. બરસાના એસોસીએટ કોલોની તરફ જતા રોડ બાજુથી બાતમીવાળો શખ્સ કોલેજ બેગ સાથે દેખાતાં તેને ઝડપી નામ-ઠામ પૂછતાં પોતાનું નામ સાજનકુમાર નારદ મંડલ (રહે. લક્ષ્મીનિયા, જિ. પુર્નિયા, બિહાર) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સની તલાશી લેતાં તેના થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો  1.785 કિ.ગ્રા. કિં. રૂા. 89,250 અને  એક મોબાઇલ કિં. રૂા. 5000 મળ્યા હતા. આ અંગે સાજનકુમારની પૂછતાછ કરતાં આ ગાંજો તેણે તેના ગામમાં રહેતા રોહિતકુમાર મંડલ પાસેથી એકાદ મહિના પહેલાં રૂા. 9500 રોકડા આપી ખરીદ્યો હોવાનું જણાવ્યું છે. એસઓજીએ બન્ને વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસઓજીના પી.આઇ. એમ.આર. શકોરિયા, પી.એસ.આઇ. ટી.બી. રબારી, એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, રજાક સોતા, સિદ્ધરાજસિંહ ઝાલા, હે.કો. ગોપાલભાઇ ગઢવી, ભાવેશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, ડ્રાઇવર-કોન્સ. મિતેશ રાજગોર જોડાયા હતા. 

Panchang

dd