ગાંધીધામ, તા. 26 : ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર
દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા ખેડૂતોને અલગ અલગ પાકનાં બીજની કિટો આપવામાં
આવી હતી. ઉપરાંત 30 મહિલા લાભાર્થીને
પોષણયુક્ત આહાર અને ઘર આંગણે શાકભાજી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કિચન ગાર્ડન કિટ
અપાઈ હતી. કુંભારડી અને ગુણાતીતપુર ગામમાં વિવિધ પાકોના નિદર્શન માટે 10 ખેડૂતોને 40 કિલો દિવેલાની જાત, 60 કિલો મગની
જીએમ-4 જાત,
તથા 20 ખેડૂતોને
80 કિલોગ્રામ તુવેરનાં બીજ આપવામાં
આવ્યાં હતાં. ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અંતર્ગત કમાન્ડ વિસ્તારના ખેડૂતો
માટે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ચાર અલગ અલગ નિર્દેશન અમલમાં મૂકવામાં આવ્યા હતા. 15 ખેડૂતની પસંદગી કરવામાં આવતાં
કુલ 60 ખેડૂતને લાભાન્વિત કરવામાં
આવ્યા હતા. કેસર આંબાના 720 રોપા, મગ તથા દિવેલા, શણ,
તુવેર, કારિંગડાનાં બિયારણનું વિતરણ કરવામાં આવ્યું
હતું તેમજ રંજકો, બાજરી, અડદ, પપૈયા, ચીકુ, જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ,
ફાલસા સરગવો તેમજ કિચન ગાર્ડન કિટ સાથે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ
અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. યોગેશ રાઠવા,
કેન્દ્રના વડા અને સહસંશોધન વૈજ્ઞાનિક ડો. આર. એમ. જાડેજા, સરદાર કૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એસ. ડી. સોલંકી ઉપસ્થિત રહ્યા
હતા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ ભરવાડિયા અને જશપાલાસિંહ ડાભી આ
કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા. - નિષ્ણાતોએ સણવામાં 80 ખેડૂતને માર્ગદર્શન આપ્યું : રાપર તાલુકાનાં સણવામાં સરદાર દાંતિવાડા
કૃષિ યુનિ. સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ
યોજના અંતર્ગત 80 ખેડૂતને ખરીફ પાકોમાં પ્રાકૃતિક
ખેતી તેમજ જમીન આરોગ્ય અને સિંચાઈ વ્યવસ્થાપન, રોગ જીવાત નિયંત્રણ અંગે નિષ્ણાતોએ વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું હતું