• શુક્રવાર, 17 જુલાઈ, 2026

થાન જાગીરે બે દિવસીય મહોત્સવ ઊજવાયો

નખત્રાણા, તા. 16 : અહીંના યોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીરમાં ધોરમનાથ દાદાએ પ્રજ્વલિત કરેલા અખંડ ધૂણાનો પાટોત્સવ, નવનિર્મિત રામેશ્વર મહાદેવનાં મંદિરે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તથા ગંગેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર-પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ આષાઢી બીજની ઉજવણી પ્રસંગે હોમ-હવન, જલયાત્રા, ધ્વજારોહણ, રામદેવપીરની વેષભૂષા-આખ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. યોગી સોમનાથજી ગુરુ હીરાનાથ દાદા, ધીણોઘર ડુંગરના યોગી મહેશનાથજી ગુરુ હીરાનાથ દાદાની હાજરીમાં કચ્છના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત  રહ્યા હતા. પ્રથમ દિવસે આચાર્ય શાત્રી ધર્મેન્દ્રભાઈ, ઉપઆચાર્ય નંદલાલ મારાજ, મનીષ મારાજ, હાર્દિક મારાજએ હોમહવન કરાવ્યા હતા. દ્વિતીય દિવસે આષાઢી બીજ તથા મૂર્તિ પ્રતિષ્ઠા - હોમહવન બાદ મહાપ્રસાદ યોજાયો હતો. સંતોનું સ્વાગત સન્માન મહંત મોજનાથજીના હસ્તે કરાયું હતું. મેઘકૃપા માટે ધર્મેન્દ્રભાઈ દ્વારા પ્રાર્થના કરાઈ હતી. વિવિધ સામગ્રીના દાતાઓ પૈકી યોગી શિવલિંગ મોજનાથજી બાપુના શિષ્યો, લાઈટ ફિટિંગ સામગ્રી વિવિધ સેવાઓના દાતા વિનોદભાઈ સોલંકી, રાજેશભાઈ ચાડ, જયેશભાઈ જેઠી, કલરકામના દાતા મોજનાથ બાપુના શિષ્ય ચંદુભાઈ રાઠોડ, પ્રાણપ્રતિષ્ઠાના યજમાન ગેમરસિંહ વૃદ્ધાજી પરિવાર, રણજિતસિંહ, સુરસિંહ ગેમરસિંહ સોઢા રહ્યા હતા. મહાપ્રસાદના દાતા સોઢા રૂપસંગજી સામતજી, સોઢા ભુરજી વિજયરાજજી, પૂજાના દાતા તેજાભાઈ આહીર, સ્થંભના દાતા જાડેજા રામસંગજી રાઘાજી, નરેન્દ્રસિંહ, રામામંડળના દાતા સમસ્ત ગ્રામજનો-ગોધિયાર મોટી, મંડપ ડેકોરેશનના દાતા મંગલસિંહ સોઢા પરિવાર હસ્તે ભગીરથસિંહ, 51 હજારના દાતા ભરતભાઈ છાંગા વિ. દાતાઓએ સહયોગ આપ્યો હતો. યોગી સોમવારનાથજી ધ્યાનજી, રવિનાથજી, રાહુલનાથજી, સુખનાથજી, સંત મુકુલદાસજી, દાદા સુરેશદાસજી બાપુ, હરિસિંહ દાદા, જગુદાદા, રાજનાથજી, ત્રિલોકનાથજી, સેવાનાથજી, જ્વાલાનાથજી, બરસાઈનાથજી, કાલીનાથજી વિ. સંતો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિ.પ. સભ્ય રાજેશભાઈ આહીર તથા તા.પં. સદસ્ય માધુમા જાડેજા, દીવાલસિંહ જાડેજા, અનુભા જાડેજા, મહાવીરસિંહ સોઢા, રવાભાઈ આહીર, માલાભાઈ આહીર, કિશોરસિંહ, શિવુભા, અગ્રણીઓ હાજર રહ્યા હતા. વ્યવસ્થા સમિતિના અગ્રણી સુરસિંહ સોઢા, ગુમાનસિંહ સોઢા, ભવાનીસિંહ સોઢા, શ્રવણભાઈ ભાવાણી, મહાવીરસિંહ સોઢાએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd