ભુજ, તા. 18 : અહીંની વીરજી દેવશી હાઈસ્કૂલના
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હવે આર્થિક અને વ્યવસાયિક સોપાનો માટે આગળ વધવાની તૈયારી કરી
છે. 1990થી 1995ના બેચના વિદ્યાર્થીઓએ તાજેતરમાં
પાંચમું ગેટ ટુ ગેધર યોજ્યું હતું. માંડવીના રિસોર્ટમાં કરાયેલાં આયોજનમાં ગ્રુપના
મિત્રોએ નવા વ્યવસાયિક આયામો તરફ આગળ વધે તેવો વિચાર વહેતો મુકાયો હતો. લેવા પટેલ સમાજના
ટ્રસ્ટના ઉપપ્રમુખ ગ્રુપના પૂર્વ વિદ્યાર્થી અને `િહમ્સ'ના ડાયરેક્ટર
ધનસુખ શિયાણીએ સામુહિક રીતે બિઝનેસમાં ઝંપલાવવાનો આ યોગ્ય સમય હોવાનું કહ્યું હતું.
ગ્રુપના માનદ પ્રમુખ હેતલ કોટકે હવેનો સમય જે કંઈ પણ કરો તેને હકારાત્મક પરિણામલક્ષી
બનાવો તેવી તેમ વ્યક્ત કરી હતી. મુંબઈથી કેતન મહેતા, અમદાવાદથી
મોસમ પંડયા, આશિત ભટ્ટ, અમિત દવે,
રાજકોટથી જિજ્ઞેશ ઠક્કર સહિતના પૂર્વ છાત્રો પહોંચ્યા હતા. વી.ડી. 95 ગ્રુપના કિરણ પારેખ, દીપન દેસાઈ, ઉમેશ પાટડિયા,
વિપુલ રામાણી, અનિલ રાજગોર, હિરેન ઠક્કર, ભાવિન માહેશ્વરી, સુનિલ ઠક્કર, મનીષ દોશી, ચંદ્રસિંહ
જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ડો. મિહિર
વોરા, જિતેન્દ્ર બ્રહ્મક્ષત્રિય, ફારૂક
ખત્રી સહિતના મિત્રો સહયોગી બન્યા હતા. સંચાલન ભાવિન વોરા, સ્વાગત
હર્ષ વૈદ્યએ, આભારવિધિ મિતેષ ઠક્કરે કરી હતી.