• શુક્રવાર, 19 જૂન, 2026

ગાંધીધામ : હોટેલમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાંનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 18 : શહેરના ટ્રાન્સપોર્ટ નગર નજીક આવેલી હોટેલમાં સ્પાની આડમાં પોલીસે કૂટણખાનાંનો પર્દાફાશ કર્યો હતો અને અહીંથી બે મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે એક મહિલા હાથમાં આવી નહોતી. શહેરના ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ નજીક સર્વિસ રોડ પાસે આવેલી ગોકુલ હોટેલમાં એરોમા ધી સ્પા નામની દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે એક ડમી ગ્રાહકને રૂા. 4000 આપી આ સ્પામાં મોકલાવ્યો હતો. અંદર જઈને ડમી ગ્રાહકે ઈશારો કરતાં આસપાસ રહેલી પોલીસ આ હોટેલમાં કૂટણખાનાંનો પર્દાફાશ પહોંચી હતી અને સ્પાની એક બંધ કેબીનમાં તપાસ કરાતાં ડમી ગ્રાહક અને એક રૂપલલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. દરમ્યાન કાઉન્ટર ઉપર બેઠેલી સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સુંદરપુરીમાં રહેનાર સ્પાની મેનેજર શીતલ રાજપાલસિંઘ તથા શાલુ રાની પ્રમોદકુમારને ઝડપી લેવાઈ હતી, જ્યારે સંચાલક સંગીતા વિકાસ ડગલા મૂળ વતન રાજસ્થાન ગઈ હોવાથી હાથમાં આવી નહોતી. પોલીસના હાથમાં આવેલી મહિલા મેનેજરોએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, અહીં ભારતીય મહિલાઓને બોલાવી ગ્રાહકો શોધી મસાજ માટેના તથા શરીર સુખ માણવા એમ એક ગ્રાહક પાસેથી રૂા. 4000 લઈ તેમાંથી રૂા. 500 રૂપલલનાને આપી બાકીની રકમ પોતે રાખતા હતા. આ સ્પામાંથી છત્તીસગઢની બે તથા મહારાષ્ટ્રની એક એમ ત્રણ રૂપલલના મળી આવી હતી. ગઈકાલે સૂર્યાસ્ત થઈ જતાં આ પાંચેયને નોટિસ આપી પોલીસ મથકે હાજર રહેવા જણાવાયું હતું. અહીંથી સીસીટીવી કેમેરાનો ડીવીઆર, શરીર સુખ માણવાનાં  સાધનો તથા રોકડ રૂપિયા મળીને કુલ રૂા. 9000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હોટેલમાં કેવી રીતે સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો? હોટેલ સંચાલકો અજાણ હતા? ખરેખર સંચાલક કોણ છે? તે સહિતની વિગતોની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd