ન્યૂયોર્ક, તા.17 : ફીફા વર્લ્ડ કપ-2026ના છઠ્ઠા દિવસે ખિતાબની પ્રબળ
દાવેદાર ગણાતી ફ્રાંસ ટીમે તેના અભિયાનની ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરીને સેનેગલને 3-1 ગોલથી હાર આપી હતી. ફ્રાંસના
સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપેએ શાનદાર દેખાવ કરીને બે ગોલ કર્યા હતા. તેણે 66મી મિનિટે અને મેચની સમાપ્તિ અગાઉ ઇન્જરી
ટાઇમ દરમિયાન 96મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. ફ્રાંસ તરફથી
અન્ય એક ગોલ બ્રેડલી બારબોલા (82મી મિનિટ)એ
કર્યો હતો જ્યારે સેનેગલ તરફથી મેચનો એકમાત્ર ગોલ ઇબ્રાહિમ મેલ્બીએ 9પમી મિનિટે કર્યો હતો. ગ્રુપ આઇની અન્ય
એક મેચમાં નોર્વેનો ઇરાક સામે 4-1 જોરદાર વિજય
થયો હતો. નોર્વે તરફથી પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડી અર્લિંગ હોલેન્ડે શાનદાર
દેખાવ કરીને 29 અને 43મી મિનિટે ગોલ કર્યા હતા જ્યારે લિયો ઓસિટગાર્ડે
76મી મિનિટે અને 96મી મિનિટે ઇરાકી ખેલાડી હુસેને ઓન ગોલ કર્યો
હતો. ઇરાક તરફથી એકમાત્ર ગોલ મેચની 26મી મિનિટે આયમેન હુસેને કર્યો હતો. ગ્રુપ જેની મેચમાં ઓસ્ટ્રિયાનો
જોર્ડન સામે 3-1 ગોલથી સરળ વિજય થયો હતો. આ
મેચમાં ઓસ્ટ્રિયા તરફથી 21 અને 92મી મિનિટે ગોલ થયા હતા. 76મી મિનિટે આત્મઘાતી ગોલની ભેટ મળી હતી.
જોર્ડન તરફથી એકમાત્ર ગોલ પ0મી મિનિટે
થયો હતો.