• શુક્રવાર, 19 જૂન, 2026

ગઢશીશાના સરકારી જમીન દબાણ મુદ્દે થયેલી મારામારીમાં પ્રતિફરિયાદ

ભુજ, તા. 18 : ગઢશીશામાં સરકારી જમીન દબાણ મુદ્દે બે દિવસ પહેલાં થયેલી મારામારી સંદર્ભે પ્રતિફરિયાદ દાખલ થઇ છે. આ અંગે ગઇકાલે જ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદી રામજીભાઇ ગંગદાસભાઇ રંગાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સરકારી જમીનના પાણીના વહેણ ઉપર તાર ફેન્સિંગ કરતા હતા ત્યારે આરોપીઓએ ઝઘડો કર્યો હતો અને પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખી પચાસેક હજારનું નુકસાન કર્યું હતું. આરોપીઓ અક્ષયસિંહ ચંદુભા જાડેજા (રહે. મકડા) અને 14થી 15 અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ગઢશીશા પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી હતી. 

Panchang

dd