• શુક્રવાર, 19 જૂન, 2026

ભુજની સંસ્થાને જીવદયા યજ્ઞ માટે માનકૂવાના દાતાનું આઠ લાખનું દાન

ભુજ, તા. 18 : અહીંની સંસ્થા દેવલમા સમિતિ દ્વારા ચૈત્રમાસથી એકાંતરે અને પુરુષોત્તમ-અધિક માસમાં દરરોજ એક ટેમ્પાનાં લીલા ઘાસચારાનાં નીરણ અભિયાનમાં રાતાતળાવ વાલરામજી મહારાજ ગૌશાળામાં આશ્રિત પશુ સેવા માટે માનકૂવા ગામના જીવદયાપ્રેમી અને ઠાકર મંદિર સાથે સંકળાયેલા જશુબેન કરશનભાઇ જેઠા વરસાણી તરફથી રૂા. આઠ લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. વરસાણી દંપતી છેલ્લા ઘણા વર્ષોથી સંસ્થાની પ્રવૃત્તિથી પ્રેરાઇને ગૌસેવામાં યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત જયદીપભાઇ ભરતદાન ગઢવી (રાયધણપર) તરફથી અધિક માસમાં ચાર મોટા ટેમ્પા લીલો ઘાસચારો દાન મળ્યું હતું. જયેશભાઇ જોશી, અશોક વાઘેલા, જયાબેન જોશી (પ્રકાશ ટ્રેડિંગ), મંજુલાબેન છાંગા, ગીતાબેન જાટિયા, સ્વ. સુરેશ આમર, ભાવિન વ્યાસ, ચંદાબેન નાકરભરત પેથાણી, શામજી ગાગલ, અતુલ ખરાશંકર, સ્વ. મોહનલાલ નાકર, સ્વ. ભાઇલાલ જીવરામ, ગૌરીબેન પંડયા, રાજલ માકાણી, કનકભાઇ ઠક્કર, પૂર્વીબેન સાવલા, અપેક્ષા મોતા, ઇશિતા ગોર, પ્રતિમાબેન ગોર, ચંદ્રિકાબેન માકાણી સહિતના ગૌપ્રેમીઓએ અધિક માસ નિમિત્તે ગૌદાન સંસ્થાને અર્પણ કર્યું હતું. સમિતિના અરવિંદ ગોર, પ્રફુલ્લ ઠક્કર, નરેન્દ્ર મોતાજયેશ જોશી, નવીન કેશવાણી, પ્રફુલ્લ જોશી વિ. નીરણ કાર્યમાં જોડાયા હતા. ગૌશાળાના મનજીબાપુ અને વસંત અજાણીએ સૌનો આભાર માન્યો હતો.  

Panchang

dd