અંજાર, તા. 18 : અહીંના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના
ઉપક્રમે સરસ્વતી સન્માન કાર્યક્રમમાં જ્ઞાતિના
તેજસ્વી તારલાઓને સન્માનિત કરી છાત્રોને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન અપાયું
હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત અંજાર બ્રાહ્મણ સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાડેકાએ જણાવ્યું હતું કે, પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે. તેમણે વિદ્યાર્થીઓને
સખત મહેનત સાથે આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. આ વેળાએ મહિલા પ્રમુખ રચનાબેન જોશી, જ્ઞાતિના પ્રમુખ વસંતભાઈ ઠાકર, ટ્રસ્ટી સુરેશ એસ. દવે,
સુરેશ એમ. દવે અને અલ્કાબેન
વાય. દવે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિતઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર
આપી સન્માનિત કરાયા હતા. સંચાલન રાકેશ ડી. દવે અને કિરણબેન દવેએ કર્યું હતું. મિનલબેન
દવેએ માતૃત્ત્વનો ધબકારો વિષય ઉપર ઉદ્બોધન આપ્યુ હતું. આયોજનને સફળ બનાવવા શૈલેષ એમ.
દવે, બળદેવભાઈ પુરોહિત સહિતે સહકાર આપ્યો હતો.