• રવિવાર, 14 જૂન, 2026

ભારતનગરમાં મુખ્ય ગટર લાઈન ચોકઅપ થતા ચોતરફ દૂષિત પાણી ભરાયું

ગાંધીધામ, તા. 12 : ગાંધીધામના ભારતનગરમાં નેહરુ પાર્ક પાસે મુખ્ય ગટર લાઈન ચોકઅપ થતા ચેમ્બરો માંથી દૂષિત પાણી માર્ગો ઉપર ફરી વળ્યું હતું જેના કારણે લોકોને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા કોંગ્રેસના નેતાઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમણે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ત્યાર પછી કમિશનરને આ બાબતે ધ્યાન દોર્યું હતું જેના પગલે કમિશનર સ્થળ ઉપર પહોંચ્યા હતા.આ મુખ્ય લાઈનમાં કંતાન, ખાલી બોટલો,ડાયપર, સહિતનો કચરો ફસાતા આખી લાઈન ચોકઅપ થઈ હતી. સેનિટેશન વિભાગે હરકતમાં આવીને ડી ડબલ્યુ સી ના બે જાટિંગ મશીનથી લાઈન સફાઈની કામગીરી શરૂ કરવી હતી. જે જે જગ્યાએ જાટિંગ મશીન નો પાઈપ અટકતો હતો ત્યાં જેસીબી થી ખોદકામ કરીને પણ ચાકિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લે એક સાથે બે જાટિંગ મશીન ગટર લાઈનમાં લગાડતા આખી લાઈન ચોખ્ખી થઈ હતી અને ધીરે ધીરે પાણી ઉતર્યું હતું. પરંતુ મુખ્ય લાઇન આવી રીતે ચોકઅપ થઈ હોવાનું લાંબા સમય પછી જોવા મળ્યું છે. લોકો કચરો પણ ગટર લાઈનમાં ફેંકી રહ્યા છે તેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર ના વિસ્તાર ભારત નગરમાં ઠેર ઠેર ગટરના પાણી ભરાતા તુરંત કોંગ્રેસના સંજય ગાંધી, અમિત ચાવડા,હકુભા જાડેજા, નિલેશ ભાનુશાળી સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે પ્રથમ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનને ફોન કર્યો હતો ત્યારબાદ કમિશનરને સ્થળ ઉપર આવવા માટે કહ્યું હતું અને કમિશનરે પણ અહીં પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. ભારત નગરમાં ઘણી બધી સમસ્યાઓ છે. તેનાથી લોકો પરેશાન છે છતાં નેતાઓ અને અધિકારીઓ સમસ્યાઓનો હલ કરી શકતા નથી અને સમાધાન શોધી શકતા નથી. તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે.  ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ લોકોને સતાવી રહી છે. - ગૌમાતા ચોકમાં ઠેકેદારે રોડ તોડી નાખતા વેપારીઓમાં આક્રોશ : ભારત નગરના ગૌમાતા ચોકમાં ગટર લાઈન ના ટુકડા નાખવાનો કોન્ટ્રાક્ટ લેનાર ઠેકેદારે એન્જાનિયર વિભાગ ને જાણ કર્યા વગર રોડ તોડીને પાઇપ નાખતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો ગાંધીધામને ખાડા ધામ બનાવી નાખવામાં આવ્યું છે અહીં ઠેકેદારે રોડ તોડતા એન્જાનિયર ને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને ત્યારે ખબર પડી કે ઠેકેદારે એન્જાનિયર ને પૂછ્યા વગર જ રોડ તોડ્યો છે. જો આવો જ અણઘડ વહીવટ ચાલતો રહ્યો હતો સ્થિતિ વધુ ખરાબ થશે ઠેકેદાર સામે પગલાં ભરવાની માંગ વેપારીઓ તેમજ લોકો દ્વારા કરવામાં આવી હતી. 

Panchang

dd