• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ભુજમાં સામાજિક કાર્યકરના માતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ

ભુજ, તા. 29 :  અહીંના સામાજિક કાર્યકરની માતાની આઠમી પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો હતો. સામાજિક કાર્યકર મિતેષભાઇ શાહના માતા સ્વ. નિર્મળાબેન હીરાલાલ શાહની આઠમી પુણ્યતિથિએ જીવન જ્યોત લેબોરેટરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કાર્યક્રમ સાઇબર ક્રાઇમના પી.એસ.આઇ. કપિલભાઇ ઝાલાની આગેવાની હેઠળ યોજાયો હતો. પી.એસ. આઇ. સાથે મિતેષભાઇના મિત્રો અને અનેક રક્તદાતાઓએ ઉપસ્થિત રહ્યા હતા. આયોજક શ્રી શાહએ અત્યાર સુધીમાં 100થી પણ વધુ વખત રક્તદાન કર્યું હતું. જીવન જ્યોત બ્લડ બેન્કતા તબીબ રમણીકભાઇ પટેલ તેમજ તેમની ટીમ અને પેરામેડિકલ સ્ટાફે સહયોગ આપ્યો હતો. આયોજકો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી. 

Panchang

dd