• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

સત્સંગથી શાંતિ, સંસ્કાર અને સદાચારનો વિકાસ થાય

કોડાય (તા. માંડવી), તા. 29 : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સ્વામિનારાયણ મંદિર કોડાય  આયોજિત સ્વામિનારાયણ દશાબ્દી મહોત્સવ પ્રસંગે સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી રચિત શ્રીમદ્ સત્સંગીભૂષણ પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. ભુજ મંદિરના સદગુરુ મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞાથી આયોજિત કાર્યક્રમમાં કથાના વક્તા પુરાણી સ્વામી પરબ્રહ્મજીવનદાસજીએ મંગલાચરણ  કરી જણાવ્યું હતું કે, જીવનમાં સત્સંગ આવશ્યક છે, સત્સંગ દ્વારા માનવજીવનમાં શાંતિ, સંસ્કાર અને સદાચારનો વિકાસ થાય છે. દરેકને પરોપકાર અને કરુણાભાવ સાથે જીવન જીવવું જોઈએ. માંડવી મંદિરના મહંત સ્વામી કેશવજીવનદાસજીએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો અને જ્ઞાનયજ્ઞ મનુષ્યને આત્મિક શાંતિ આપે છે. ભક્તોને નિયમિત અને સંકલ્પ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વડીલ સંત સ્વામી માધવપ્રસાદદાસજી, શાત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી, માંડવી બહેનોના મંદિરના મહંત સા.યો. રતનબાઇ ફુઈ, ઉપમહંત સા.યો. કાનબાઈ ફઈએ આશીર્વાદ પાઠવ્યા હતા. સંતો અને યજમાનો  તથા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા કોટેશ્વર મહાદેવથી કંથાના મંડપ સુધી વાજતે-ગાજતે પહોંચી હતી. રાસમંડળીએ ભારે જમાવટ કરી હતી. મુખ્ય યજમાન સ્વ. મેઘબાઈ નાનજી વેકરિયા પરિવાર, ઉત્સવ સભામંડપના યજમાન મેઘબાઈ મેઘજી રવજી પિંડોરિયા પરિવાર હસ્તે કાનજીભાઈ પિંડોરિયા, સહયજમાન સ્વ. રાધાબેન કરસન હીરાણી હસ્તે ગાવિંદ કરસન હીરાણી રહ્યા હતા. સભા સંચાલન પુરાણી સ્વામી પરમેશ્વર સ્વરૂપદાસજીએ કર્યું હતું. વ્યવસ્થા કોડાય મંદિરના પ્રમુખ માવજી નાનજી વેકરિયા, લક્ષ્મણ ધનજી શિયાણી, કાનજી મેઘજી પિંડોરિયા, માવજી કાનજી વેકરિયા, ગાવિંદ વેકરિયાદીપેન હીરાણી , વિપુલ વેકરિયા, કેતન શિયાણી, રમેશ હીરાણી સહિતના યુવાનોએ સંભાળી હતી. 

Panchang

dd