રતનાલ, તા. 7 : જન્મદિવસ હોય કે સામાજિક પ્રસંગોમાં
બિનજરૂરી ખર્ચા અને દેખાદેખીનું પ્રમાણ વધી ગયું છે તે વચ્ચે ભુજ તાલુકાના મમુઆરાના
પૂર્વ સરપંચે તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ શાળાઓનાં બાળકોને શૈક્ષણિક કાર્યમાં
ઉપયોગ થઈ શકે તેવી કિટ આપી આપીને એક ઉદાહરણ પૂરું પાડયું છે. મમુઆરાના પૂર્વ સરપંચ
અને સામાજિક સેવાભાવી આગેવાન સરમણભાઇ જાટિયાએ તેમની દીકરી આરાધ્યાના જન્મદિવસ નિમિત્તે
આસપાસના વિસ્તારને 37 શાળાઓના 6476 બાળકને બોલપેન, પેન્સિલ, સંચો,
રબર, ફૂટપટ્ટી સહિતની શૈક્ષણિક કિટ આપવામાં આવી
હતી. આ અંગે સરમણભાઈએ જણાવ્યું હતું કે, બાળકોમાં વૈવિધ્યસભર વાંચનની સાથે જ્ઞાન, વૃદ્ધિમાં વધારો થાય
તે માટે તેઓ દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે. બાળકોને ઉપયોગી વાંચનલક્ષી પુસ્તકોના
સેટ પણ ભેટમાં આપવામાં આવ્યા છે. આજના આધુનિક જમાનામાં પ્રસંગોમાં દેખાડો કરવાના વર્તાવા
વચ્ચે પૂર્વ સરપંચની આ એક ઉદાહરણરૂપ પહેલ છે.