આદિપુર, તા. 2 : તાજેતરમાં જ ગાંધીધામ આદિપુરમાં
સિંધી સમાજના ઇષ્ટદેવ સાઇ ઝૂલેલાલનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો, જેમાં રથયાત્રામાં ઝૂલેલાલની ઝાંખીઓ રજૂ કરવામાં
આવી હતી. આ વર્ષે ગાંધીધામ તો ઠીક કદાચ સમગ્ર ભારતમાં પ્રથમવાર ભગવાન ઝૂલેલાલનું મોઝેઈક
(લાદી ચિત્ર) 1500 રૂબિક ક્યૂબનો
ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ ચિત્ર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું
હતું. આ કલાકૃતિ ભક્તિ સમર્પણ અને રચનાત્મકતાનું
સુંદર પ્રતીક હતું. દરેક ક્યૂબને સાવધાની તથા ધીરજથી ગોઠવીને આકર્ષક છબી બનાવાઈ હતી. આ લાદીચિત્રનું નિર્માણ માત્ર સાત વર્ષના બાળક નિવાન
કેવલરામાણીએ કર્યું હતું, જેને 13 વર્ષના સનાયા કેવલ રામાણીએ
સાથ આપ્યો હતો. તથા મહેક ભાટિયા અને મધુ કેવલરામાણીએ
માર્ગદર્શન પૂરું પાડયું હતું.