• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ઈરાનને પથ્થર યુગમાં લાવી દેશું : ટ્રમ્પ

વાશિંગ્ટન, તા. 2  : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રજોગ સંબોધનમાં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની સેનાએ ઈરાનમાં તેજ અને નિર્ણાયક જીત હાંસલ કરી લીધી છે અને હવે આ યુદ્ધ અંત ભણી આગળ વધી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુએસ દળોના ઈરાનમાં તેમના મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે છે અને તેમને પાષણ યુગમાં પહોંચાડી દેશે. તેમણે વિશાળ પ્રેક્ષકો સમક્ષ યુએસ કામગીરીની સફળતાનો પ્રચાર કરવા સાથે દલીલ કરી કે વાશિંગ્ટનના તમામ ઉદ્દેશ્યો અત્યાર સુધી પૂર્ણ થયા છે.  તેમણે અમેરિકાનાં સૈન્ય  ઈતિહાસની સૌથી પ્રભાવશાળી અને સટીક કાર્યવાહી પૈકી એક ગણાવી હતી. અમે આગામી બેથી ત્રણ અઠવાડિયામાં તેમને પાછા પથ્થરયુગમાં મોકલી દેશું, જ્યાં તેઓ છે. જો કે, 20 મિનિટથી ઓછા સમય સુધી ચાલેલા સંબોધનમાં ટ્રમ્પે મોટાભાગે તાજેતરના અઠવાડિયામાં તેમણે પહેલેથી જ કહેલી ઘણી વાતોનું પુનરાવર્તન હતું. તેમણે આગળ ઉમેર્યુ હતું કે, અમેરિકા પોતાનાં સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્રમાં સક્રિય રહેશે. આ દરમિયાન તેમણે ઈઝરાયલ, સાઉદી અરબ, યુએઈ, કતાર, કુવૈત અને બહેરીન સહિતનાં અનેક દેશોનો આભાર પણ માન્યો હતો અને ઉમેર્યુ હતું કે, અમેરિકા તેમને કોઈ નુકસાન થવા દેશે નહીં અને નિષ્ફળ પણ નહીં થવા દ્યે. બીજી તરફ વૈશ્વિક નાણાકીય બજારો પર તેની અસર તાત્કાલિક જોવા મળી હતી. ટ્રમ્પ દ્વારા ઈરાન પર સતત હુમલો કરવાની ટિપ્પણી બાદ તેલના ભાવમાં 4 ટકાથી વધુ ઉછાળો થયો હતો અને એશિયન શેરબજારોમાં ઘટાડો થયો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંબોધનમાં રાષ્ટ્રપતિએ ઈરાનમાં યુએસ ભૂમિ સૈનિકો મોકલવાની શક્યતા, નાટોનો પણ ઉલ્લેખ કર્યો ન હતો

Panchang

dd