ભુજ, તા. 2 : માનવધર્મનાં કાર્યો થકી અનેક
થેલેસેમિયા અને ડાયાલિસીસના દર્દીઓને નવું જીવન મળી રહે તે ઉદ્દેશથી અદાણી સંચાલિત
જી.કે. જનરલ હોસ્પિટલમાં મહારાવ પ્રાગમલજી એન્ડ મહારાણી પ્રીતિદેવી માનવધર્મ ટ્રસ્ટ
દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પનો પ્રારંભ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના
હસ્તે દીપ પ્રાગટય કરીને કરાયો હતો. ભવિષ્યમાં પણ વિવિધ પ્રકારના માનવસેવાનાં કાર્યો
ટ્રસ્ટ દ્વારા કરાશે તેવું જણાવાયું હતું. ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ
(ગેઇમ્સ)ના ડાયરેકટર ડો. બાલાજી પિલ્લાઇ, બ્લડ સેન્ટર વિભાગના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય, દર્શન
રાવલ તેમજ લેબોરેટરી ટેકનિશિયન ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં રાજપરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહ, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહ, ડો. શૈલેન્દ્રસિંહ રાઠોડ, ડો. નવુભા સોઢા, આરતીકુમારી, કિરિટસિંહ જાડેજા, લાલુભા વાઘેલા, તેરા કુમાર હર્ષાદિત્યસિંહ, વિજયકુમાર પૂંજા તથા રણજિતવિલા અને પ્ર્રાગમહેલનો સ્ટાફ વિ. ઉપસ્થિત રહ્યા
હતા.