ભુજ, તા. 2 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ
કેન્દ્ર પરિવારનું તાજેતરમાં અહીં સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભુજ, માંડવી,
રાપર, અંજારથી કાર્યકર પરિવારો અને દાતા પરિવારો
ઉપસ્થિત રહ્યા હતા. વી.બી.સી.નાં પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વેલજીભાઇ ગણેશ મહેતાના
અધ્યક્ષસ્થાને, જીવદયાપ્રેમી મનીષભાઇ શશિકાંતભાઇ મોરબિયાના મુખ્યમહેમાન
તથા સેવાભાવી તબીબ મુકેશભાઇ ચંદે, અજયભાઇ દાવડા, ડો. ભરતભાઇ મહેતા, ઉદ્યોગપતિ કૈલાસ મહેતા, દિનેશભાઇ શાહ અતિથિવિશેષપદે રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવો તેમજ વ્યક્તિવિશેષ
ભારતીબેન મહેતા, ડો. રૂપાલીબેન મોરબિયા, મીનાબેન મહેતા, હીના મહેતા તથા સંસ્થાના અગ્રણીઓના હસ્તે
દીપ પ્રાગટય કરાયું હતું. 2025ની શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ સંસ્થાના કાર્યકરો સી. સી. જોશી, કે. બી. પરમાર, હિરેન
દોશી, પ્રદીપભાઇ દોશી, શાંતિલાલ મોતા,
ભાવનાબેન જોશી, વિજય મહેતા, મનીષ મહેતા, ઓજસ શેઠ, જયેશ ચંદુરા,
હર્ષદભાઇ નિર્મલ, વિનોદભાઇ દોશી (રાપર) વિગેરે
12 કાર્યકરને નવચેતન ગૌરવ એવોર્ડ
2025થી વિભૂષિત કરાયા હતા. સંસ્થાના
મોભી વેલજીદાદા અને તેમના પરિવારજનોનું ખાસ અભિવાદન કરાયું હતું. મનીષભાઇ મોરબિયા, ડો. મુકેશભાઇ ચંદે, લાયન્સ
હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઇ મહેતા, અજયભાઇ દાવડા, ડો. રૂપાલીબેન મોરબિયા, ઉદ્યોગપતિ કૈલાસ મહેતા વિગેરેએ
પ્રવચનોમાં સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી. આ તકે કમલાબેન શશિકાંતભાઇ મોરબિયા તરફથી
રૂા. ચાર લાખ, ભારતીબેન મહેતાની ચાર પુત્રીઓના સાસરિયા પરિવાર
તરફથી 2.07 લાખ રૂા., જ્યોતિબેન એ. ડી. મહેતા પરિવાર તરફથી રૂા. 54,000 તેમજ ડો. હેમાલીબેન મુકેશભાઇ
ચંદે તરફથી રૂા. 51,000 મળી
કુલ રૂા. 7.12 લાખના દાનની ઘોષણા કરાઇ હતી.
સંચાલન શાંતિલાલ રાજગોર અને જયેશભાઇ ચંદુરાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ઓજસ શેઠે કરી હતી. મનીષભાઇ
મહેતાએ સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ લેવડાવ્યા હતા.