• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

હૈદરાબાદની 65 રને ઝળહળતી જીત

હૈદરાબાદ, તા. 2 : બેટર્સની ધમાકેદાર ફટકાબાજી બાદ બોલરોના પણ બળુકા દેખાવના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદે આજે અહીં કેકેઆરને 65 રને હરાવીને પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. હૈદરાબાદે 226 રન ખડક્યા બાદ કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કેકેઆર મજબૂત શરૂઆત કરી હતી પણ પછી સનરાઇઝર્સના બોલરોએ વાપસી કરી હતી. માત્ર અંગકૃષ રઘુવંશી (29 દડામાં 52), ફિન એલન (7 દડામાં 28) અને રિન્કુ સિંહ (25 દડામાં 35) જ લડત આપી શક્યા હતા. ઉનડકટે 21 રનમાં 3, ઇશાન મલિંગાએ 14 રનમાં બે અને નીતીશ રેડ્ડીએ 17 રનમાં બે વિ. ઝડપી હતી. અગાઉ ટ્રેવિસ હેડ (46), અભિષેક શર્મા (48) અને હેનરિક કલાસેન (પ2)ના પાવર હિટિંગથી કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટે 226 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. સનરાઇઝર્સે પાવર પ્લેમાં જોરદાર ફટકાબાજી કરીને 1 વિકેટે 84 રન કર્યાં હતા. તેની ઇનિંગમાં 9 સિક્સ અને 24 ફોર હાઇલાઇટ બની રહી હતી. આથી 150 રન બાઉન્ડ્રથી બન્યા હતા. હેડ અને અભિષેક સનરાઇઝર્સને ઝડપી શરૂઆત આપીને પહેલી વિકેટમાં 34 દડામાં 82 રનની આતશી ભાગીદારી કરી હતી. જો કે હેડ અને શર્મા ઉપરાઉપરી આઉટ થયા હતા. આ પછી કપ્તાન ઇશાન કિશન (14) અને અનિકેત વર્મા (1) પણ આઉટ થતાં સનરાઇઝર્સની રન રફતાર બ્રેક લાગી હતી. અભિષેક શર્માએ 21 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી 48 અને ટ્રેવિસ હેડે 21 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગાથી 46 રન કર્યાં હતા. કલાસેન અને નીતિશ રેડ્ડી વચ્ચે પ3 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કલાસેન 3પ દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી બાવન રને અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. રેડ્ડીએ 39 રન કર્યાં હતા. આથી એસઆરએચના 8 વિકેટે 226 રન બન્યા હતા. કેકેઆર તરફથી મુજરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ લીધી હતી.  

Panchang

dd