આદિપુર, તા. 2 : પટણા ખાતે યોજાયેલી 12મી નેશનલેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ઓટિઝમ અને
21મી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ
પાલ્સી સ્પર્ધાઓ પૈકીની ગાંધીધામના પ્રત્યક્ષ લોકેશ ભાવસરે ગોળાફેંકમાં રાષ્ટ્રીયકક્ષાએ
વિજય મેળવીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બિહારના પાટલીપુત્ર સ્પોર્ટ્સ સંકુલ
ખાતે બે દિવસીય સ્પર્ધાઓમાં દેશભરના 600 જેટલા દિવ્યાંગ બાળકે ભાગ લીધો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં પોરબંદર
ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ઓટીઝમ ખેલાડીઓની સ્પર્ધાઓ પૈકી 16 વર્ષીય પ્રત્યક્ષ ગોળાફેંક
અને સ્કાટિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને
ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તેમની આ સિદ્ધિ
બદલ ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.