• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

શોભાયાત્રા સાથે ગાંધીધામમાં હાટકેશ્વર જયંતિની ઉમંગે કરાઈ ઉજવણી

ગાંધીધામ, તા. 2 : નાગર જ્ઞાતિના ઈષ્ટ દેવ હાટકેશ્વર ભગવાનની જન્મ જયંતિ હાટકેશ્વર જયંતિની  ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ શોભાયાત્રા સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આરંભમાં સવારે  શહેરના ઝંડાચોક સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદીર ખાતેથી  હાટકેશ્વર ભગવનનની પાલખી સાથે શોભાયાત્રા નીકળી  હતી. ઢોલ શરણાઈના સુરો સાથે ઝંડાચોક સહીનના શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફરીને પરત  મંદીર ખાતે પુર્ણ થઈ હતી. મંદીર ખાતે લધુરૂદ્રી અને સમુહ  શિવ મહિમ્ન સ્તોત્ર પઠનનું આયોજન કરાયું હતું. ગૌતમીબેન સંદીપભાઈ અંતાણી દંપતીએ પુજા વિધિનો લાભ લીધો હતો.  આ વેળાએ  જ્ઞાતિના અગ્રણીઓ  મયુરભાઈ છાયા, પ્રદિપભાઈ  છાયા, મધુકરભાઈ અંતાણી, પ્રકાશભાઈ છાયા, અરવિંદભાઈ બુચ, દિલીપભાઈ વચ્છરાજાની,અક્ષય પાઠક વિગેર ઉપસ્થિત રહ્યા હતાં. સાંજે ગુર્જર લુહાર જ્ઞાતિની વાડી ખાતે  સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જ્ઞાતિ પ્રમુખ ધીરેન છાયાએ વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃતિઓ વિષે ખ્-યાલ આપ્યો હતો. અને  જ્ઞાતિના  કાર્યમાં સૌને સહયોગ આપવા અપીલ કરી હતી. આ વેળાએ નવી કારોબારીની રચના અંગેની કાર્યવાહી પણ કરાઈ હતી.  સમગ્ર આયોજનને પાર પાડવા  ઉપપ્રમુખ નિરવ હાથી,   માનદમંત્રી રામકૃષ્ણ મહેતાસહમંત્રી  અપેક્ષા ધોળકીયા, ખજાનચી પર્યંક ત્રિવેદી, કારોબારી સભ્યો દ્વૈપાયન ઢેબરહરસિધ્ધ વૈદ્ય, યશેષ બુચ, નિલય વૈદ્ય,ફાલ્ગુની મહેતા, રૂપલબેન  ધોળકીયા, નિલેશ બુચ   વિગેરે સહયોગી બન્યા હતાં 

Panchang

dd