• શનિવાર, 04 એપ્રિલ, 2026

દેશમાં પ્રથમ વખત ડીપીએ કંડલા દ્વારા મીથેનોલ બંકરીંગનું સફળ પરિક્ષણ

ગાંધીધામ, તા. 2 : દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા દિનદયાલ પોર્ટ કંડલાને  કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ સાથે ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત ઈ મીથેનોલનું સફળ પરિક્ષણ કરાયું હતું.આ દરમ્યાન જહાંજમાં ઈ. મીથેનોલ નાંખવામાં પણ આવ્યું હતું. ડીપીએ દ્વારા તાજેતરમાં આસામ પેટ્રોકેમીકલ સાથે મીજેનોલ બંકરીંગ માટે કરાર કરાયા છે. આજે  બપોરે ઈ. મીથેનોલ જહાંજમાં કઈ રીતે લોડ કરવું, પાઈપલાઈનમાં વહનની ક્ષમતા સહીતની બાબતોનું  પરિક્ષણ કરાયું હતું. આ પરિક્ષણ સફળ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સીંગાપોરના રોટાડેમ પોર્ટ ઉપર ગ્રીન કોરીડોર ઉપર ચાલતા જહાંજો ડીપીએ ખાતે મીથેનોલ ભરવા માટે આવશે. દેશભરમાં ડીપીએ ખાતે જ ઈ.મીથેનોલ  બંકરીંગની સુવિધા વિકસાવવામાં આવી છે. પરિક્ષણ દરમ્યાન ડીપીએ ચેરમેને સુશિલ કુમાર સિંઘ , યુરોપીયન દેશ સાથે સંકળાયેલી સંસ્થા ડીએનવીનાઅધિકારીઓ, પોર્ટના વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતાં. મેરીટાઈમ ડી કાર્બનાઈઝેશન  તરફ એક મહત્વનેં પગલું ડીપીઅ દ્વારા ભરવામાં આવ્યું છે.  

Panchang

dd