મુંદરા, તા. 20 : અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે
ડંકો વગાડયો છે. વૂડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડયુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન
મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક
સ્વચ્છ ઊર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (અગઈંક)ની
સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચારિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ નેચરલ
રિસોર્સ કન્સલ્ટન્સી દ્વારા સર્વોચ્ચ એવો ગ્રેડ `અ' આપવામાં આવ્યો
છે. આગામી નાણાકીય વર્ષ સુધીમાં કંપની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000 મેગાવોટ સુધી વધારવાની યોજના
ધરાવે છે. મુંદરા ખાતે આગામી પેઢીના ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતાં સૌર મોડયુલનું ઉત્પાદન
કરે છે, જેમાં ઇન્ગોટ્સ, વેફર્સ,
સેલ, મોડયુલ અને સોલાર ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ અને ઊટઅ બેકશીટ્સ જેવી મુખ્ય સહાયક સામગ્રીનો સમાવેશ થાય
છે. ક્રિસ્ટલાઇન સિલિકોન મોડયુલના 38 ઉત્પાદકનું મૂલ્યાંકન કરનાર વૂડ મેકેન્ઝીના રિપોર્ટમાં અદાણી
સોલારનું રાટિંગ ટેક્નોલોજી, સપ્લાય
ચેઇન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન, સંશોધન અને
વિકાસ, ઊજઋ તેમજ કોર્પોરેટ જવાબદારીઓ જેવાં પરિમાણોમાં મજબૂત
પ્રદર્શનના આધારે આપવામાં આવ્યું છે. ગ્લોબલ સોલાર મોડયુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં
અદાણી સોલારને સાતમો ક્રમાંક આપવામાં આવ્યો છે.
આ સન્માન અદાણી સોલાર માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, 2025 સુધીમાં તેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય
બજારોમાં 15,000 મેગાવોટથી વધુ સોલાર મોડયુલની
નિકાસ કરી છે, જેમાંથી, 10,000 મેગાવોટ ભારતમાં સ્થાપિત કરાયા
છે અને 5,000 મેગાવોટ વિદેશમાં નિકાસ કરવામાં
આવ્યા છે. વૂડ મેકેન્ઝીના રિપોર્ટમાં ટોચના
10માં રહેલા તમામ બિન-ચીની ખેલાડીઓ પ્રીમિયમ
અને નફાકારક રહ્યા.