• બુધવાર, 04 માર્ચ, 2026

હોળીના પર્વે આભમાં જોવા મળ્યો બ્લડ મૂનનો અદ્ભુત નજારો

ભુજ, તા. 3 : ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં 2026ના વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યારે હોળીના પવિત્ર પર્વ અને ચંદ્રગ્રહણનો આ સમન્વય ખગોળશાત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો સાબિત થયો છે. 19 વર્ષનું ખગોળીય ગણિત અને ખગોળશાત્રી નરેન્દ્ર ગોરે (સાગર) જણાવ્યું કેબરાબર 19 વર્ષ પહેલાં 3-4 માર્ચ, 2007ના રોજ પણ હોળીના દિવસે જ આવું જ ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.  પરંતુ કચ્છમાં ગ્રહણ સમાપ્તિ બાદ ચંદ્રનો ઉદય થતાં ખગ્રાસને બદલે માંદ્ય ગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્ર ઉદય વખતે નિસ્તેજ ચંદ્રનો રંગ આછો-પીળો-રતાશ પડતો જોવા મળ્યો હતો. આ ક્ષણોને ખગોળરસિકોએ કેમેરામાં કેદ કરી હતી. આ અદ્ભુત દૃશ્યને નિહાળી ખગોળપ્રેમીઓ ભારે રોમાંચિત થઇ ઉઠયા હતા. સ્ટારગેઝિંગ ઇન્ડિયા દ્વારા આ રસપ્રદ ક્ષણો અંગે સઘન અભ્યાસ કરાયો હતો. 

Panchang

dd